For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાહ! દિલ્હીની સરકારી સ્કૂલોમાં 12માનું પરિણામ 98% આવ્યું, કેજરીવાલે વચન આપ્યું હતું

વાહ! દિલ્હીની સરકારી સ્કૂલોમાં 12માનું પરિણામ 98% આવ્યું, કેજરીવાલે વચન આપ્યું હતું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલ સીએમ બન્યા બાદ લોકપાલ મુદ્દે રાજીનામું આપી દીધું અને ફરી ચૂંટણી થઇ. દિલ્હીની જનતાએ ફરી અરવિંદ કેજરીવાલ પર ભરોસો કર્યો. તે સમયે અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાને વોટના બદલે કેટલાક વચન આપ્યાં હતાં જેમાંનું એક હતું દિલ્હીમાં સરકારી શાળાને પ્રાઇવેટ સ્કૂલોથી પણ સારી બનાવવી. એ સમયે લોકોએ કેજરીવાલની વાતને હળવાશમાં લીધી અને બધા એવું જ માનતા હતા કે સરકારી શાળા ક્યારેય પ્રાઇવેટ સ્કૂલો જેવી ના બની શકે. પરંતુ 5 વર્ષ બાદ CBSE 12th નું પરિણામ આવતાની સાથે જ અરવિંદ કેજરીવાલ પોતાના વચનમાં ખરા ઉતર્યા તે સાબિત થઇ ગયું.

arvind kejariwal

દિલ્હીની સરકારી સ્કૂલોનું પરિણામ શેર કરતાં સાથે જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીાવેલ લખ્યું કે "આ વાત કહેતાં બહુ ગર્વ અનુભવી રહ્યો છું કે આ વખતે દિલ્હીની સરકારી સ્કૂલના ધોરણ 12નું પરિણામ 98 ટકા આવ્યું છે. આ ઐતિહાસિક છે. મારી એજ્યુકેશન ટીમ, બધા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને ખુબ ખુબ અભિનંદન. તમારા બધા પર ગર્વ છે."

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાએ પોતાના ટ્વીટમાં રિઝલ્ટના આંસડા શેર કરતાં આ વર્ષના મહત્વને સમજાવ્યું. તેમણે લખ્યું કે, "છેલ્લા પાંચ વર્ષથી આપણે દિલ્હી સરકારી સ્કૂલોમા આપણા જ રેકોર્ડને તોડવાની હરીફાઇ કરતા હતા, આ વર્ષ પણ બાકાત નથી રહ્યુ." આ સાથે જ તેમણે જે આંકડા શરે કરતા તે મુજબ વર્ષ 2016માં 85.9 ટકા પરિણામ હતું, 2017માં 88.2 ટકા, 2018માં 90.6 ટકા, 2019માં 94.24 ટકા અને 2020માં 98 ટકા પરિણામ આવ્યું છે.

એજ્યુકેશન માટે અરવિંદ કેજરીવાલે કરેલાં કામો

અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીના કુલ બજેટના 25 ટકા બજેટ શિક્ષણ માટે ફાળવ્યું છે. માત્ર છ વર્ષમાં દિલ્હી સરકારી સ્કૂલોમાં ક્લાસ રૂમની સંખ્યા બમણી કરી દીધી છે જે પહેલા 17000 હતી જે હવે 37000 છે. આ ઉપરાંત દરેક સ્કૂલોમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર છે જેમ કે સરકારી શાળાઓમાં સ્વિમિંગ પૂલ, ઓડિટોરિયમ, લેબોરેટરી, લાઇબ્રેરી, મેદાન વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.

એટલું જ નહિ, દિલ્હીના શિક્ષકોને દુનિયાના શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાન કેમ્બ્રીઝ, સિંગાપુર, ફિનલેન્ડમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે. આ ઉપરાંત સીએમ કેજરીવાલ હંમેશા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સરકારી સ્કૂલોના શિક્ષકો સાથે સીધો સંવાદ કરે છે, શિક્ષણ મંત્રી મનિષા સિસોદીયા પણ રેગ્યુલરલી સ્કૂલોનું મોનિટરિંગ કરે છે.

આ ઉપરાંત નિષ્ણાંત સલાહકારો દ્વારા પણ બાળકોને માર્ગદર્શન આપવામાં આવે છે, મેગા પેરેન્ટ ટીચર મીટિંગ બોલાવવામા આવે છે, શિક્ષણમાં ઈનોવેશન અને ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમ અરવિંદ કેજરીવાલે શિક્ષણ ક્ષેત્રે આપેલા પોતાના વચન નિભાવી બતાવ્યું.

બ્રહ્મપુત્ર નદીની નીચેથી ગુફા બનાવી ચીનને ઘેરવાની તૈયારી, આ પ્રોજેક્ટને મંજૂરી મળીબ્રહ્મપુત્ર નદીની નીચેથી ગુફા બનાવી ચીનને ઘેરવાની તૈયારી, આ પ્રોજેક્ટને મંજૂરી મળી

English summary
Arvind Kejariwal fulfilled his promise, Govt Schools Got 98% Results in 12th board exam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X