For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલે ચૂંટણી પહેલાં કરી હતી આ 3 ભવિષ્યવાણી, ત્રણેય સાચી પડી

અરવિંદ કેજરીવાલે ચૂંટણી પહેલાં કરી હતી આ 3 ભવિષ્યવાણી, ત્રણેય સાચી પડી

|
Google Oneindia Gujarati News

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના એલાન આજે (10 માર્ચે) થઈ ગયાં છે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ 4 રાજ્યોમાં પોતાની સરકાર બનાવવામાં સફળતા હાંસલ કરી છે જ્યારે આમ આદમી પાર્ટીએ દિલ્હી પછી પંજાબમાં પણ પોતાનો પરચમ લહેરાવી દીધો છે અને એકતરફી જીત હાંસલ કરી લીધી છે. પંજાબમાં વિધાનસભાની 117 સીટ ચે જેમાં બહુમતીથી જીત હાંસલ કરવા માટે 59 સીટ જીતવી જરૂરી છે, જો કે આમ આદમી પાર્ટી 90 સીટ જીતી ચૂકી છે અને સાંજના સાડા છ વાગ્યા સુધીમાં 2 સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 17 સીટ જ જીતી શકી અને 1 સીટ પર આગળ ચાલી રહી છે. SAD 3 સીટ જીતી છે, ભાજપ 2 સીટ જીત્યું છે અને બીએસપી 1 સીટ જીતી છે. આ જીત હારના સિલસિલામાં પંજાબની રાજનીતિના કેટલાય દિગ્ગજ નેતાઓ જેમના મોટાં નામ માનવામાં આવતાં હતાં તેઓ પોતાની સીટ બચાવવામાં પણ નિષ્ફળ રહ્યા.

આ યાદીમાં સીએમ ચરણજીત સિંહ ચન્ની, કેપ્ટન અમરિંદર સિંહ, નવજોત સિંહ સિદ્ધિનું નામ પણ સામેલ છે. આમ આદમી પાર્ટીની આ જીત બાદ પંજાબના સીએમ ઉમેદવાર ભગવંત સિંહ માને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા અને દિલ્હીના સીએમ કેજરીવાલની એ ભવિષ્યવાણી યાદ અપાવી જે તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન એક ન્યૂજ ચેનલના કાર્યક્રમમાં સામેલ થતાં લેખિતમાં આપી હતી.

બંને સીટ પર હારશે ચરનજીત સિંહ ચન્ની

બંને સીટ પર હારશે ચરનજીત સિંહ ચન્ની

ચૂંટણી પરિણામ પહેલાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 'પંચાયત આજતક'નો ભાગ બનવા પહોંચ્યા હતા જ્યાં તેમણે પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈ ત્રણ મોટી ભવિષ્યવાણી કરી હતી. આ દરમિયાન જ્યારે એન્કરે તેમને પૂછ્યું કે તેઓ આ વાત લખીને આપી શકે છે, ત્યારે કેજરીવાલે પોતાના દાવા લખીને આપી દીધા હતા. અરવિંદ કેજરીવાલે જે ભવિષ્યવાણી કરી હતી તેમાં પહેલી ભવિષ્યવાણી હતી કે કોંગ્રેસ નેતા અને પંજાબના મુખ્યમંત્રી ચરનજીત સિંહ ચન્ની બંને સીટ પરથી હારશે. ઉલ્લેખનીય છે કે ચરનજીત સિંહ ચન્નીએ વિધાનસભા ચૂંટણીમાં હલકા ભદૌડ અને ચમકૌર સાહિબ સીટ પરથી નામાંકન ભર્યું હતું પરંતુ પરિણામ સામે આવ્યા બાદ તેમણે બંને સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો.

ભગવંત માનને જીત મળશે

ભગવંત માનને જીત મળશે

અરવિંદ કેજરીવાલે આ દરમિયાન બીજી ભવિષ્યવાણી પોતાની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત સિંહ માનને લઈને કરી હતી. કેજરીવાલે ભવિષ્યવાણી કરતાં કહ્યું કે ભગવંત સિંહ માન સંગરૂરની ધૂરી સીટથી જબરી લીડથી જીતશે. આ દરમિયાન તેઓ કોંગ્રેસના ઉમેદવાર દલવીર સિંહ ગોલ્ડીને ભારે લીડે હરાવે. પરિણામ આવ્યા બાદ સ્પષ્ટ જોઈ શકાય ચે કે ભગવંત સિંહ માને 50 હજારથી વધુ મતોથી જીત હાંસલ કરી જ્યારે દલવીર સિંહ ગોલ્ડી બીજા સ્થાન પર રહ્યા.

બાદલ સરકારનો એકેય ઉમેદવાર ચૂંટણી નહીં જીતે

બાદલ સરકારનો એકેય ઉમેદવાર ચૂંટણી નહીં જીતે

કેજરીવાલે પોતાની ત્રીજી ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે બાદલ પરિવારનો એકેય સભ્ય સીટ નહીં જીતી શકે. કેજરીવાલે દાવો કર્યો હતો કે પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલ, અમૃતસરથી વિક્રમજીત મજીઠિયા ્ને જલાલાબાદથી સુખબીર સિંહ બાદલે ચૂંટમીમાં હારનો સામનો કરવો પડશે અને પરિણામ આવ્યા બાદ આ સત્ય સાબિત થયું. ઉલ્લેખનીય ચે કે અરવિંદ કેજરીવાલે આ ચિઠ્ઠી લખીને માત્ર ચેનલને નહોતી આપી, બલકે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને પણ મોકલી દીધી હતી.

English summary
Arvind Kejariwal's 3 prediction related punjab election that came true
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X