For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણા: આપ અને જનનાયક પાર્ટી વચ્ચે ગઠબંધન થયું

હરિયાણાંમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની ચર્ચા પર પૂર્ણવિરામ લાગી ગયું છે પરંતુ આમ આદમી પાર્ટીએ હરિયાણામાં લોકસભા ચૂંટણી માટે એક નવો સાથી શોધી લીધો છે.

|
Google Oneindia Gujarati News

હરિયાણાંમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની ચર્ચા પર પૂર્ણવિરામ લાગી ગયું છે પરંતુ આમ આદમી પાર્ટીએ હરિયાણામાં લોકસભા ચૂંટણી માટે એક નવો સાથી શોધી લીધો છે. આમ આદમી પાર્ટી હવે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે ભેગા મળીને ચૂંટણી લડશે. બંને વચ્ચે સીટોની સમજૂતી થઇ ચુકી છે. ગઠબંધનનું ઔપચારિક એલાન ખુબ જ જલ્દી થઇ શકે છે.

આ પણ વાંચો: શુ મોદીની મદદ માટે પાકિસ્તાને 40 જવાનોને માર્યા: કેજરીવાલ

આપ અને જેજેપી વચ્ચે ગઠબંધન

આપ અને જેજેપી વચ્ચે ગઠબંધન

આમ આદમી પાર્ટી અને જનનાયક પાર્ટી વચ્ચે થયેલી સમજૂતી મુજબ દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપી હરિયાણામાં 6 સીટો પર ચૂંટણી લડશે, જયારે આમ આદમી પાર્ટી 4 સીટો પર ચૂંટણી લડશે. સૂત્રો અનુસાર અરવિંદ કેજરીવાલની પાર્ટી અંબાલા, કરનાલ, રોહતક, અને ગુડગાવમાં ઉમેદવારો ઉભા કરી શકે છે.

કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માંગતા હતા આપ

કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માંગતા હતા આપ

હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ બંને પાર્ટીઓ વચ્ચે વાત નહીં બની શકી. અરવિંદ કેજરીવાલે સૌથી પહેલા કોંગ્રેસ, આપ અને જેજેપી વચ્ચે ગઠબંધનની વાત કહી હતી. તેમને કહ્યું હતું કે પીએમ મોદીને હરાવવા માટે તેમને એક થવું પડશે. તેમનું કહેવું હતું કે તેમનું ગઠબંધન હરિયાણાની બધી જ 10 સીટો જીતી શકે છે.

આમ આદમી પાર્ટીને હરિયાણા પાસે આશા

આમ આદમી પાર્ટીને હરિયાણા પાસે આશા

આમ આદમી પાર્ટીને હરિયાણા પાસે ઘણી આશા છે, તેનું કારણ દિલ્હીથી હરિયાણા નજીક હોવું છે. પાર્ટીએ લોકસભા ચૂંટણી 2014 દરમિયાન હરિયાણાની બધી જ 10 લોકસભા સીટથી ઉમેદવારો ઉભા કર્યા હતા પરંતુ તેમનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું. આમ આદમી પાર્ટીના બધા જ ઉમેદવારોની જમાનત પણ જપ્ત થઇ ગઈ. આમ આદમી પાર્ટીને હરિયાણામાં ફક્ત 4.2 ટકા જ વોટ મળ્યા હતા, જે માયાવતીની પાર્ટી બીએસપી કરતા પણ ઓછા હતા. બીએસપીને હરિયાણામાં 4.6 ટકા વોટ મળ્યા હતા.

English summary
Arvind kejriwal Aam Aadmi Party finalised an alliance with Dushyant Chautala Jannayak Janata Party in Haryana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X