For Quick Alerts
For Daily Alerts
વાઢેરાએ ચાર વર્ષમાં 300 કરોડની સંપત્તિ ખરીદી: કેજરીવાલ
નવી દિલ્હી, 5 ઓક્ટોમ્બર:ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના સભ્ય અરવિંદ કેજરીવાલે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાઢેરા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે વાઢેરા પર છેલ્લા 4 વર્ષમાં 300 કરોડની સંપતિ ખરીદી હોવાનો આરોપ લગાવ્યો છે. શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે આ વાતના ખુલાસો કરતા જણાવ્યુ હતું કે 35થી 50 કરોડની પ્રોપર્ટી તેમને માત્ર 3થી 5 કરોડમાં આપવામાં આવી છે.
જ્યારે પ્રશાંત ભૂષણે આરોપ લગાવ્યો કે ડીએલએફે રોબર્ટ વાઢેરાને કોઇ સિક્યુરીટી વગર જ 65 કરોડની લોન આપી દીધી. અને એ પણ કોઇ વ્યાજ વગર. તેમણે જણાવ્યું કે રોબર્ટ અને તેમની માતા પાંચ કંપનીઓના માલિક છે. તેમણે જણાવ્યું કે ડીએલએફમાં રોબર્ટ વાઢેરાના 50 ટકા શેર છે.
પ્રશાંત ભૂષણે આરોપ લગાવતા કહ્યુ કે વાઢેરાએ આ અંગે જવાબ આપવો જોઇએ કે તેમણે આટલા ઓછા સમયમાં આટલી સસ્તી પ્રોપર્ટી કેવી રીતે બનાવી. તેમજ તેમને લોન વગર કોઇ સિક્યુરિટી અને વગર કોઇ વ્યાજે લોન કેવી રીતે આપી, આ તમામની તપાસ થવી જોઇએ. કેજરીવાલે આ અંગે કોંગ્રેસ પાસે પણ તેમણે જવાબ માંગ્યો છે.