Arvind Kejriwal Arrested: 28 માર્ચ સુધી કસ્ટડીમાં રહેશે અરવિંદ કેજરીવાલ, જાણો EDની દલીલ

Arvind Kejriwal Arrested: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે 28 માર્ચ સુધી રિમાન્ડમાં મોકલ્યા છે. અરવિંદ કેજરીવાલ હવે આવનારા 6 દિવસ સુધી પ્રવર્તન નિદેશાલયની કસ્ટડીમાં રહેશે. ઇડીએ કોર્ટથી અરવિંદ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.

હવે કેજરીવાલને 28 માર્ચે બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કેજરીવાલે જણાવ્યું છે કે, તેઓ રાજીનામું નહીં આપે. હું જેલમાંથી સરકાર ચલાવીશ. હવે કેજરીવાલની હોળી કસ્ટડીમાં જ વિતાવશે. EDએ 21 માર્ચની રાત્રે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલની ધરપકડ કરી હતી.

કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં હાજર થયા હતા. એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ ED વતી દલીલ કરી હતી. ED આજે બપોરે 2 વાગ્યે અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈ ગઈ હતી.

Arvind Kejriwal Arrested

EDએ કોર્ટમાં 28 પાનાનો રિપોર્ટ સોંપ્યો છે, જેમાં કેજરીવાલની ધરપકડનું કારણ જણાવવામાં આવ્યું છે. ધરપકડ બાદ કેજરીવાલે કોર્ટમાં જણાવ્યું હતું કે, મારું જીવન દેશને સમર્પિત છે. હું અંદર હોઉં કે બહાર, મારું જીવન દેશ માટે છે.

રાઉઝ એવન્યુ કોર્ટમાં CM અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ EDએ શું જણાવ્યું?

1. EDએ કોર્ટને જણાવ્યું કે તેમની પાસે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ વિરુદ્ધ મજબૂત પુરાવા છે. EDનું એમ પણ કહેવું છે કે, દારૂના કૌભાંડના નાણાંનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં પણ થયો હતો. EDએ કેજરીવાલ વિરુદ્ધ પુરાવા રજૂ કર્યા છે.

2. EDએ જણાવ્યું છે કે, સીએમ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસના કિંગપિન છે. કેજરીવાલ લિકર પોલિસી પર પોલિસી બનાવવામાં સામેલ છે. અન્ય AAP નેતા મનીષ સિસોદિયાને પણ આ કેસમાં જામીન મળ્યા નથી.

3. EDએ જણાવ્યું છે કે વિજય નાયર કેજરીવાલ માટે કામ કરતો હતો. ઉલ્લેખનીય છે કે, વિજય નાયર AAP કોમ્યુનિકેશન વિંગના વડા હતા અને તેમની દિલ્હીના દારૂ નીતિ કેસમાં ધરપકડ પણ કરવામાં આવી છે. વિજય નાયર ઈવેન્ટ્સ કંપની ઓન્લી મચ લાઉડરના પૂર્વ સીઈઓ હતા. સપ્ટેમ્બર 2022માં સીબીઆઈ દ્વારા વિજય નાયરની ધરપકડ કરવામાં આવી હતી.

4. EDએ જણાવ્યું છે કે, BRS નેતા કે કવિતાએ ધરપકડ બાદ જણાવ્યું હતું કે, વિજય નાયર સીએમ કેજરીવાલ માટે કામ કરતો હતો. EDએ એમ પણ જણાવ્યું છે કે, કેજરીવાલે સાઉથ લોબી પાસેથી લાંચ માંગી હતી. આ સમગ્ર મામલે વિજય નાયરે વચેટિયા તરીકે કામ કર્યું હતું.

5. EDએ જણાવ્યું છે કે, કેજરીવાલ આ કેસમાં કે કવિતાને ઘણી વખત મળ્યા છે. EDએ જણાવ્યું છે કે, બે પ્રસંગોએ જંગી રોકડ વ્યવહારો પણ થયા છે. EDએ જણાવ્યું કે હવાલા દ્વારા 45 કરોડ રૂપિયા ગોવા મોકલવામાં આવ્યા હતા.

રાઉઝ એવન્યુ કોર્ટમાં અરવિંદ કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવીએ શું જણાવ્યું?

1. અરવિંદ કેજરીવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ પર PMLA એક્ટ એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટના આરોપો સાબિત કરવા પડશે.

2. અભિષેક મનુ સિંઘવીએ EDની રિમાન્ડ અરજીનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, EDએ પહેલા સમજાવવું જોઈએ કે પૂછપરછ માટે ધરપકડની જરૂર કેમ છે. ધરપકડની શક્તિ અને ધરપકડની આવશ્યકતા એ બે અલગ-અલગ બાબતો છે.

3. અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, મની ટ્રેલ માટે ધરપકડ કેવી રીતે કરી શકાય.

EDએ જણાવ્યું અરવિંદ કેજરીવાલના રિમાન્ડની જરૂર કેમ છે?

1. દિલ્હી દારૂ કૌભાંડમાં અપરાધની આવકને શોધી કાઢવા અને કેજરીવાલની ભૂમિકા અને ઉપરોક્ત નિવેદનો વિશે પૂછપરછ કરવી આપણા માટે જરૂરી છે.

2. કેજરીવાલના ઘરેથી જે કંઈ પણ મળ્યું છે, જેમ કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને ડેટા... આ બધાની પૂછપરછ કરવી પડશે.

3. અમારે કેજરીવાલ સાથે જે પણ પૂછપરછ કરવી હોય તે કસ્ટડીમાં જ શક્ય છે.

4. દારૂ નીતિ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું તેની પણ તપાસ કરવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X