Arvind Kejriwal Arrested: દારૂ નીતિ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે કેજરીવાલ, EDએ કોર્ટ પાસે માંગી કસ્ટડી
Arvind Kejriwal Arrested: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુરુવારના રોજ ધરપકડ કરવામાં આવી છે. ED દ્વારા શુક્રવારના રોજ દિલ્હીની એક અદાલતથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 10 દિવસની કસ્ટડીની માંગ કરવામાં આવી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 10 દિવસના કસ્ટોડિયલ રિમાન્ડની માંગણી કરી અને આરોપ લગાવ્યો હતો કે, સીએમ (દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ) દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવાના કેસમાં મુખ્ય કાવતરાખોર અને કિંગપિન છે.

સમાચાર એજન્સી ANI અનુસાર, EDએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટને જણાવ્યું હતું કે, કેજરીવાલ દિલ્હીની એક્સાઇઝ પોલિસી 2021-22ની રચનામાં સીધા સામેલ હતા, જેને ગયા વર્ષે રદ કરવામાં આવી હતી. કથિત એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ગુરુવારના રોજ ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને શુક્રવારે નવી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
પંજાબના સીએમ ભગવંત માને અરવિંદ કેજરીવાલની ધરપકડની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીઓનો શસ્ત્રો તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે પીટીઆઈને જણાવ્યું હતું કે, એજન્સીઓનો એક સાધન તરીકે, હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપના અત્યાચારો સામે અવાજ ઉઠાવનાર કોઈપણ વિપક્ષી નેતા પર ઈડી, સીબીઆઈ અને ઈન્કમટેક્સ દ્વારા રેડ કરવામાં આવે છે. દેશમાં પરિસ્થિતિ અઘોષિત ઈમરજન્સી જેવી છે.
અરવિંદ કેજરીવાલની પાર્ટીના કાર્યકરોએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી છે. ગુરુવારના રોજ AAP કાર્યકર્તાઓ અને નેતાઓ મોટી સંખ્યામાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન પાસે એકઠા થયા હતા અને કેજરીવાલના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને EDની કાર્યવાહીની નિંદા કરી હતી.
ED અને CBIએ આરોપ મૂક્યો હતો કે, દિલ્હી સરકારની દારૂના વેપારીઓને લાયસન્સ આપવાની આબકારી નીતિએ કાર્ટેલાઇઝેશનને મંજૂરી આપી હતી, અને કેટલાક ડીલરોની તરફેણ કરી હતી, જેમણે તેના માટે કથિત રીતે લાંચ ચૂકવી હતી.
ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કેજરીવાલના નામનો અનેક વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે, આરોપીઓ એક્સાઇઝ પોલિસી બનાવવા માટે કેજરીવાલના સંપર્કમાં હતા, જેના પરિણામે તેમને અયોગ્ય ફાયદો થયો છે, જેના બદલામાં તેઓએ AAPને લાંચ આપી હતી.
EDએ તાજેતરમાં એક નિવેદનમાં આરોપ મૂક્યો હતો કે, BRS નેતા કવિતા અને કેટલાક અન્ય લોકોએ AAPને 100 કરોડ ચૂકવીને હવે બંધ થઈ ગયેલી એક્સાઈઝ ડ્યુટી નીતિમાં લાભ મેળવવા માટે કેજરીવાલ જેવા AAP નેતાઓ સાથે ષડયંત્ર રચ્યું હતું. આ કેસમાં AAP નેતા મનીષ સિસોદિયા અને સંજય સિંહ ન્યાયિક કસ્ટડીમાં છે.












Click it and Unblock the Notifications
