કેજરીવાલે નિભાવ્યુ પોતાનુ વચન, પોલિસે રોકવા છતાં પણ રિક્ષાવાળાના ઘરે જઈને જમ્યા

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે અમદાવાદમાં એક રીક્ષાવાળાને આપેલુ વચન પાળ્યુ

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે અમદાવાદમાં એક રીક્ષાવાળાને આપેલુ વચન પાળ્યુ અને મોડી રાત્રે તેના ઘરે ભોજન લેવા પહોંચ્યા. જો કે, ઓટો ચાલક ઘરે પહોંચે તે પહેલા સીએમ કેજરીવાલ અને અમદાવાદ પોલીસ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.

kejriwal

પોલીસે રોક્યા હતા કેજરીવાલને આગળ જવાથી

અમદાવાદ પોલીસે અરવિંદ કેજરીવાલને ઓટો ડ્રાઈવર વિક્રમ દંતાણીના ઘરે જતા અટકાવ્યા હતા. સુરક્ષા કારણોને ટાંકીને પોલીસે કહ્યુ હતુ કે પ્રોટોકોલ મુજબ તમને આગળ વધતા અટકાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ગુજરાત પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. જો કે, તેમ છતાં અરવિંદ કેજરીવાલ અત્યંત કડક સુરક્ષા વચ્ચે તે ઓટો ડ્રાઈવરના ઘરે પહોંચ્યા અને ભોજન પણ લીધુ.

બે દિવસીય ગુજરાત પ્રવાસે છે કેજરીવાલ

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલ બે દિવસીય અમદાવાદની મુલાકાતે છે. સોમવારે તેમણે ઓટો ડ્રાઈવરો સાથે બેઠક કરી હતી. જેમાં વિક્રમ દંતાણી નામના વ્યક્તિએ કેજરીવાલને તેમના ઘરે જમવાનું આમંત્રણ આપ્યુ હતુ. મુખ્યમંત્રીએ તેમનુ આમંત્રણ સ્વીકાર્યુ અને તેમના ઘરે ભોજન લેવા પણ પહોંચ્યા. આ દરમિયાન ગુજરાત આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ પણ કેજરીવાલની સાથે હતા.

કેજરીવાલે ટ્વિટર પર શેર કર્યા ફોટા

વિક્રમના ઘરે ભોજન કર્યા બાદ કેજરીવાલે સાથે ફોટા પણ પડાવ્યા અને પછી તેણે તે તસવીરો પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કરી. કેજરીવાલે આ તસવીરો સાથે લખ્યુ છે કે, 'અમદાવાદમાં ઓટો ડ્રાઈવર વિક્રમભાઈ દંતાણી તેમને ખૂબ પ્રેમથી તેમના ઘરે ડિનર માટે લઈ ગયા, આખા પરિવાર સાથે તેમનો પરિચય કરાવ્યો, સ્વાદિષ્ટ ભોજન સાથે ઘણુ સન્માન આપ્યુ. આ અપાર સ્નેહ માટે વિક્રમભાઈ અને ગુજરાતના તમામ ઓટો ડ્રાઈવર ભાઈઓનો હ્રદયપૂર્વક આભાર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X