મોદીના માર્ગમાં કેજરીવાલે બિછાવ્યા કાંટા: શિવસેના

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 13 જાન્યુઆરી: રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ બાદ શિવસેનાએ પણ માની લીધુ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના માર્ગમાં કાંટા બિછાવ્યા છે. કેજરીવાલના કારણે આજે નરેન્દ્ર મોદીને મળી રહેલી મીડિયા સ્પેસ ઓછી થઇ ગઇ છે.

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં મોદી, કેજરીવાલ અને રાહુલ ગાંધીને લઇને ટિપ્પણી કરી છે. બીજી બાજું જ્યાં પાર્ટી મોદીની મુંબઇ સભામાં બાલ ઠાકરેનું નામ નહીં લેતા નારાજ જણાઇ, જ્યારે બીજી બાજું પાર્ટીએ માન્યું છે કે કેજરીવાલ મોદી માટે મોટો પડકાર છે. રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતા સામનામાં લખાયું છે કે મીડિયાએ પીઆર એજન્સીવાળી વાતને લઇને માત્ર રાહુલ પર જ નિશાનો કેમ સાધ્યો જ્યારે આવું ઘણી પાર્ટી અને નેતાઓએ કર્યું છે.

સામનામાં છપાયેલા લેખમાં મોદી પર નારાજગી ઠાલવતા પાર્ટીએ મુંબઇની સભામાં બાળા સાહેબનું નામ નહીં લેવાની પણ વાત કહી. લેખમાં કહેવાયું છે કે આજે વ્યક્તિ પ્રધાન રાજનીતિના કારણે વ્યક્તિ પ્રધાન સંસ્કૃતિમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે ભાજપને લાગી રહ્યું છે કે મોદીની લોકપ્રિયતાથી તેને ફાયદો થશે. લેખમાં આગળ લખાયું છે કે બીજાને સુધરવાની વાત કહેનારા પોતે સુધરી રહ્યા નથી, અને પરિવર્તનની વાત કરનારા સાર્વજનિક જીવનમાં પોતાની નીચે પડેલી લોકપ્રિયતાને સુધારી રહ્યા નથી.

shiv sena
લેખમાં કેજરીવાલને પડકાર માનીને લખાયું છે કે કેજરીવાલે મોદીના માર્ગમાં કાંટા બિછાવી દીધા છે. કેજરીવાલની વધતી લોકપ્રિયતાથી મોદીને મળી રહેલી મીડિયા સ્પેસ ઓછી થઇ ગઇ છે. કેજરીવાલની આમ આદમી પાર્ટીના અસરથી લોકસભા ચૂંટણીમાં ભાજપને નુકસાન થશે.

જ્યારે રાહુલને મીડિયા દ્વારા નિશાનો બનાવવા પર સામનામાં લખાયું છે કે રાહુલ પીઆર એજન્સી લેનારા પહેલા નેતા નથી. મોદી જેવા ઘણા નેતા છે જે એન્જસીઓની સેવાઓ લે છે. રાહુલની ઉપર થઇ રહેલી ટિપ્પણીઓ પર કટાક્ષ કરતા લખ્યું છે કે પોતે ખાધું તો શ્રીખંડ અને અન્યએ ખાધું તો છાણ, એવું વર્તન શા માટે?

English summary
Arvind Kejriwal giving fight to Narendra Modi says Shiv Sena.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.