For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ સરકારે મહિલા સુરક્ષા માટે લીધા આ નિર્ણયો, મહિલાઓ પર ખરાબ નજર નાખવાની નહિ થાય હિંમત

બસથી લઈને મહોલ્લાની ગલી સુધી દરેક જગ્યાએ કેજરીવાલ સરકારે મહિલા સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરી દીધી છે. આવો, આ 5 નિર્ણયો વિશે જાણીએ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્લી સરકારે મહત્વના 5 નિર્ણયો કર્યો છે. ત્યારબાદ દિલ્લીમાં મહિલાઓ પર ખરાબ નજર નાખવાની હિંમત કોઈ બદમાશ નહિ કરી શકે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખૂબ ગંભીર છે. સીએમ અરવિંદ કેજરીવાલે કડક નિર્દેશ આપ્યા છે કે મહિલાઓ સાથે ખોટો વ્યવહાર કરનાર અસામાજિક તત્વોને રોકવા માટે કોઈ પણ પ્રકારના પગલા ઉઠવવા માટે સ્વતંત્ર છે. મહિલા અને દીકરીઓને મુસાફરી કરતી વખતે અહેસાસ થવો જોઈએ કે તેમને પરિચિત-ભાઈ બસમાં સવાર છે. તેમની સાથે કોઈ પણ અભદ્રતા નહિ કરી શકે. બસથી લઈને મહોલ્લાની ગલી સુધી દરેક જગ્યાએ કેજરીવાલ સરકારે મહિલા સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરી દીધી છે. આવો, આ 5 નિર્ણયો વિશે જાણીએ.

ડીટીસી બસોમાં લગાવવામાં આવ્યા સીસીટીવી કેમેરા અને પેનિક બટન

ડીટીસી બસોમાં લગાવવામાં આવ્યા સીસીટીવી કેમેરા અને પેનિક બટન

કેજરીવાલ સરકાર મહિલા સુરક્ષાને પ્રમુખતા આપીને 5500 ડીટીસી અને ક્લસ્ટર બસોમાં સીસીટીવી કેમેરા લગાવવાનુ કામ કરી રહી છે. અત્યાર સુધી 96 ટકા બસોમાં કેમેરા લગાવવામાં આવી ચૂક્યા છે. દરેક બસમાં સુરક્ષા માટે ત્રણ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રત્યેક બસમાં 10 પેનિક બટન લગાવવામાં આવ્યા છે જેથી કોઈ ઘટના થવા પર બસમાં સવાર યાત્રી પેનિટ બટનને દબાવીને મદદ મેળવી શકે.

દિલ્લીના બસોમાં માર્શલ તૈનાત

કેજરીવાલ સરકાર તરફથી ડીટીસી અને ક્લસ્ટર બસોમાં માર્શલ તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોઈ પણ મહિલા સાથે છેડતી ન કરી શકે. દિલ્લીની કેજરીવાલ સરકાર તરફથી 5500 બસો માટે 13 હજાર માર્શલ તૈનાત કરવાની યોજના છે. ઓક્ટોબર 2019ના રોજ સરકારે 6 હજાર માર્શલ તૈનાત કર્યા હતા. જ્યારે 3400 માર્શલની તૈનાતી આ પહેલા કરવામાં આવી હતી.

દિલ્લીમાં 20 એન્ફૉર્સમેન્ટ વેન કરવામાં આવી તૈનાત

દિલ્લીમાં 20 એન્ફૉર્સમેન્ટ વેન કરવામાં આવી તૈનાત

મહિલા સુરક્ષાને જોતા નવેમ્બર 2020માં 20 એન્ફોર્સમેન્ટ વેન મુખ્ય સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. ઈમરજન્સીની સ્થિતિમાં પૈનિક બટન દબાવવા પર કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરને એક સિગ્નલ જતુ રહેશે જે સ્થિતિની નજાકતના આધારે ટ્રાફિક પોલિસ, એમ્બ્યુલન્સ, ડેપો નિયંત્રણ કક્ષ અને ફાયર સર્વિસીઝ વગેરેને સંબંધિત એલર્ટ મોકલી દેશે. આ સાથે જ ડેપો કંટ્રોલ રૂમ તરત જ ક્ષેત્રીય નિયંત્રણ કક્ષના માધ્યમથી નજીકના એન્ફોર્સમેન્ટ વેનને સ્થળ પર મોકલશે.

કાશ્મીરી ગેટ પર બનાવાયુ કમાંડર સેન્ટર

ડીટીસી/ક્લસ્ટર બસોમાં લાગેલા સીસીટીવી, જીપીએસ અને પેનિક બટનના નિરીક્ષણ માટે કાશ્મીરી ગેટ પર બનેલા કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ. આખી પ્રણાલીને જલ્દી માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા જનતાને સમર્પિત કરવામાં આવશે. દિલ્લીની બસો હવે પહેલાથી વધુ સુરક્ષિત થશે. આ પરિયોજનાનો ઉદ્દેશ મુસાફરોની સુરક્ષા, ખાસ કરીને મહિલા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

આખી દિલ્લીમાં મહિલા સુરક્ષા માટે 2.1 લાખ સ્ટ્રીટ લાઈટ લગાવવાનુ કામ ચાલુ

આખી દિલ્લીમાં મહિલા સુરક્ષા માટે 2.1 લાખ સ્ટ્રીટ લાઈટ લગાવવાનુ કામ ચાલુ

સીએમ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્લી સરકાર હંમેશાથી જ મહિલા સશક્તિકરણના પક્ષમાં રહી છે. દિલ્લી સરકારે મહિલાોને સુરક્ષા આપવા માટે મહત્વના પગલાં લીધા છે. મહિલા સુરક્ષાને મજબૂતી આપવા માટે દિલ્લી સરકારે મુખ્યમંત્રી સ્ટ્રીટ લાઈટ યોજના શરૂ કરી છે. યોજના હેઠળ આખા દિલ્લીમાં 2.10 લાખ સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવશે. તેને લગાવવાની જવાબદારી ડિસ્કૉમને આપવામાં આવી છે. દુનિયામાં પહેલી વાર આટલા મોટા પાયે સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી રહી છે. આ યોજના ખર્ચ 100 કરોડનો આવશે. સરકારનુ કહેવુ છે કે મહિલા સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે જરૂર પડવા પર વધુ સ્ટ્રીટ લાઈટ્સ લગાવવામાં આવશે. આ લાઈટ્સ ઑટોમેટિક હશે. આમાં લાગેલા સેંસરથી અંધારુ થવા પર લાઈટો જાતે ચાલુ થઈ જશે અને સૂરજ નીકળ્યા બાદ જાતે બંધ થઈ જશે.

આ રીતે લગાવો સ્ટ્રીટ લાઈટ

જો કોઈ પોતાના ઘરની બહાર સ્ટ્રીટ લાઈટ લગાવવા ઈચ્છતા હોય તો તે પણ લગાવી શકે છે. લાઈટના બિલનો ખર્ચ દિલ્લી સરકાર આપશે. લાઈટ લગાવવાની મંજૂરી આપવાનો અધિકાર ધારાસભ્યનો હશે. ડાર્ક સ્પૉટની ઓળખ બાદ બિલ્ડિંગના માલિક પાસેથી મંજૂરી લેવામાં આવશે. ત્યારબાદ વિજળી કંપનીનો સર્વે થશે. ત્યારબાદ સ્ટ્રીટ લાઈટ આપવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગૂગલે બનાવ્યુ ખાસ એનિમેટેડ ડૂડલઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગૂગલે બનાવ્યુ ખાસ એનિમેટેડ ડૂડલ

English summary
Arvind Kejriwal Govt 5 Major decisions regarding Women's Safety.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X