For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શીલા 'જવાની', મુખ્યમંત્રી માટે કેજરીવાલ લોકોની પહેલી પસંદ: સર્વે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 ડિસેમ્બર: દિલ્હીમાં શીલા દીક્ષિત સરકારની વિદાઇના સંકેત દેખાઇ રહ્યા છે. સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર દિલ્હીમાં ભાજપની સરકાર બની શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસને પાછળ રાખી દઇ બીજા નંબરની પાર્ટી બની શકે છે. સર્વે અનુસાર લોકોએ મુખ્યમંત્રી માટે કેજરીવાલને પોતાની પહેલી પસંદ બનાવ્યા છે. એટલું જ નહીં તેઓ નવી દિલ્હી વિધાનસભા બેઠક પર મુખ્યમંત્રી શીલા દીક્ષિતને હરાવતા દેખાઇ રહ્યા છે.

સર્વેમાં એવું તારણ આવ્યું છે કે સત્તાથી દૂર રહેવાના સંકેત છતા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને લઇને લોકોમાં ભારે ઉત્સાહ છે. મુખ્યમંત્રી પદ માટે અરવિંદ કેજરીવાલને 27 ટકા મતદાતાઓએ પોતાની પ્રથમ પસંદગી બનાવ્યા છે. ભાજપના ડો. હર્ષવર્ધનના પક્ષમાં 22 ટકા લોકો છે. જ્યારે વિકાસના મુદ્દા પર 12 વર્ષથી પરચમ લહેરાવી રહેલી શીલા દીક્ષિતને માત્ર 15 ટકા લોકોએ જ મુખ્યમંત્રી પદ પર યથાવત રાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

નવી દિલ્હી બેઠક પર કેજરીવાલથી પાછળ ધકેલાઇ શીલા
નવી દિલ્હી બેઠક પર મુખ્યમંત્રી શીલા દીક્ષિતને સીધો પડકાર આપવાનો અરવિંદ કેજરીવાલનો નિર્ણય યોગ્ય સાબિત થઇ રહ્યો છે. આ વિસ્તારના 38 ટકા લોકો અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે. જ્યારે માત્ર 13 ટકા લોકો જ શીલા દીક્ષિતને મુખ્યમંત્રી બનાવવા માગે છે.

દિલ્હીમાંથી કોંગ્રેસની વિદાય પાક્કી
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કરવામાં આવેલા એકમાત્ર પોસ્ટપોલ સર્વેના પરિણામ કોંગ્રેસ માટે ખરાબ સમાચાર લઇને આવ્યા છે. તેના અનુસાર મતદાતાઓએ 15 વર્ષથી દિલ્હીની કમાન સંભાળતા આવેલા શીલા દીક્ષિતની વિદાઇની પટકથા લખી દીધી છે. સીએસડીએસએ 4થી 5 ડિસેમ્બરના રોજ કરેલા પોસ્ટ પોલ સર્વે અનુસાર દિલ્હીની 29 બેઠકોના 126 મતદાન કેન્દ્રો પર વોટિંગ કરીને પરત ફરતા 2263 વોટરો સાથે વાત કરી હતી. પરિણામ અનુસાર દિલ્હીમાં ભાજપને 32થી 42 બેઠકો, આમ આદમી પાર્ટીને 13થી 21, કોંગ્રેસને 9થી 17 બેઠકો અને અન્યને 1થી 5 બેઠકો મળી શકે છે.

સર્વે: દિલ્હીમાં BJPને બહુમતી, AAP બન્યુ ગેમચેન્જર.. વધુ વાંચોસર્વે: દિલ્હીમાં BJPને બહુમતી, AAP બન્યુ ગેમચેન્જર.. વધુ વાંચો

પોસ્ટ પોલ એટલે કે મતદાન બાદ સર્વે એક્ઝિટ પોલના મુકાબલે વધારે પ્રામાણિક માનવામાં આવે છે. આમાં સર્વે કરનાર મતદાન ખત્મ થયા બાદ મતદાતાઓના ઘરે જઇને વિસ્તારથી વાત કરે છે. અને સીએસડીએસની આ કવાયત જણાવે છે કે 15 વર્ષ બાદ દિલ્હી વિધાનસભાનું ચિત્ર બદલાઇ જશે.

English summary
Aam Admi Party leader Arvind kejriwal is first choice of people for Delhi's CM: Survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X