Arvind Kejriwal Net Worth : સીએમ બન્યા બાદ કેટલી સંપતિના માલિક છે અરવિંદ કેજરીવાલ? જાણો પ્રવેશ શર્માની કુલ સંપ
Arvind Kejriwal Net Worth : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે નેતાઓ તેમના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યાં છે. આ ક્રમમાં અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે.
અરવિંદ કેજરીવાલ સામે નવી દિલ્હી સીટ પરથી ભાજપના ઉમેદવાર પ્રવેશ શર્માએ ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. બન્ને નેતાઓએ ઉમેદવારી ફોર્મ સાથે સંપતિની જાણકારી આપી છે.

ચૂંટણી એફિડેવિટ અનુસાર, અરવિંદ કેજરીવાલ પાસે કુલ 3.46 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે. આ ઉપરાંત સ્થાવર મિલકતની કિંમત 1 કરોડ 70 લાખ રૂપિયા છે. આમ અરવિંદ કેજરીવાલની કુલ સંપત્તિ 1 કરોડ 73 લાખ 46 હજાર 848 રૂપિયા છે. તેમની પત્ની પાસે 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.
અરવિંદ કેજરીવાલ પાસે પોતાની કાર નથી અને 50 હજાર રૂપિયા રોકડા છે. સોગંદનામા અનુસાર, તેમની પત્ની પાસે મારુતિ બલેનો કાર છે.
આ સિવાય 2023-24માં અરવિંદ કેજરીવાલની આવક 7 લાખ 21 હજાર 530 રૂપિયા હતી. 2022-23 માં તેમની આવક 1 લાખ 67 હજાર 66 રૂપિયા હતી.
બીજી તરફ બીજેપી ઉમેદવાર પ્રવેશ વર્માની સંપતિ ચાર વર્ષમાં ઘણા ગણી વધી છે. વર્ષ 2019-20ના આવકવેરા રિટર્નમાં પ્રવેશ વર્માએ 92 લાખ 94 હજાર 980 રૂપિયાની આવક દર્શાવી હતી, જે હવે વધીને 19 કરોડ 68 લાખ 34 હજાર 100 રૂપિયા થઈ ગઈ છે.
પ્રવેશ વર્માની પત્નીની આવકમાં પણ વધારો થયો છે. વર્ષ 2019-20માં સ્વાતિ સિંહ વર્માએ આવકવેરા રિટર્નમાં 5 લાખ 35 હજાર 570 રૂપિયા દર્શાવ્યા હતા, જે વર્ષ 2023-24માં વધીને 91 લાખ 99 હજાર 560 રૂપિયા પર પહોંચી છે.
પ્રવેશ વર્મા પાસે 2 લાખ 20 હજાર રૂપિયા રોકડા છે અને બેંક ખાતામાં 1 કરોડ 28 લાખ 1 હજાર 267 રૂપિયા છે. તમામ રોકાણો અને બોન્ડ સહિત કુલ જંગમ સંપત્તિ 77 કરોડ 89 લાખ 34 હજાર 554 છે. આ ઉપરાંત, ખેતીલાયક અને વાણિજ્યિક જમીન સહિત કુલ જંગમ સંપત્તિ 11 કરોડ 19 લાખ રૂપિયા છે. આમ કુલ સંપત્તિ 90 કરોડ રૂપિયા છે.
પ્રવેશ વર્માની પત્ની પાસે 17 કરોડ 53 લાખ 60 હજાર 937 રૂપિયાની જંગમ સંપત્તિ છે. સ્થાવર મિલકતમાં 6 કરોડ 91 લાખ રૂપિયાની જમીન છે. પ્રવેશ વર્માની પત્નીની કુલ સંપત્તિ 24 કરોડ રૂપિયાથી વધુ છે. પ્રવેશ વર્મા પર કુલ 62 કરોડ 82 લાખ 95 હજાર 730 રૂપિયાનું દેવું છે. પત્ની સ્વાતિ સિંહ પર 11 કરોડ 44 લાખ 68 હજાર 884 રૂપિયાનું દેવું છે.












Click it and Unblock the Notifications
