Arvind Kejriwal Net Worth: જાણો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સંપતિ
Arvind Kejriwal Net Worth: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ રાજધાનીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અરવિંદ કેજરીવાલ પર દારૂ નીતિ કેસમાં કૌભાંડનો આરોપ છે.
કરોડોના દારૂના કૌભાંડમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલ અન્ના હજારેના આંદોલન બાદ ચર્ચામાં આવ્યા હતા, અને બાદમાં આમ આદમી પાર્ટીની રચના કરીને દિલ્હીમાં સત્તા પર આવ્યા હતા.
આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસ જેવા મોટા પક્ષોને ટક્કર આપીને બે વખત દિલ્હીની ચૂંટણી જીતી અને દિલ્હીમાં સરકાર બનાવી હતી. ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારા કેજરીવાલ ખુદ ભ્રષ્ટાચારના આરોપમાં કસ્ટડીમાં છે.

આ અહેવાલમાં આપણે જાણીશું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે કેટલી સંપત્તિ છે, છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં કેટલો વધારો થયો છે, તમે આ લેખ દ્વારા અરવિંદ કેજરીવાલની જીવનશૈલી, આવક, મકાન, કાર અને કુલ સંપત્તિ કેટલી છે.
કેજરીવાલનું ઘર - દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નામ પર કોઈ ઘર નથી, તેઓ મુખ્યમંત્રી આવાસમાં રહે છે, પરંતુ તેમની પત્ની સુનીતા કેજરીવાલના નામે 1 કરોડ રૂપિયાનો આલીશાન બંગલો છે. રિપોર્ટ અનુસાર પત્ની સુનીતા કેજરીવાલનો બંગલો હરિયાણાના ગુરુગ્રામમાં આવેલો છે. 2010માં તેમણે લગભગ 60 લાખ રૂપિયામાં આ પ્રોપર્ટી ખરીદી હતી.
કેજરીવાલ પાસે કાર નથી - ચૂંટણી એફિડેવિટ 2020 મુજબ અરવિંદ કેજરીવાલ પાસે કોઈ કાર નથી. જોકે, મુખ્યમંત્રી તરીકે તેમને કાર અને સુરક્ષા સહિત અનેક સુવિધાઓ અને ભથ્થાં મળે છે.
પગાર - એક મીડિયા રિપોર્ટ અનુસાર, અરવિંદ કેજરીવાલની માસિક આવક 4 લાખ રૂપિયા છે.
કેજરીવાલની પત્નીની મિલકત - એફિડેવિટ મુજબ, અરવિંદ કેજરીવાલની પત્નીના નામે મ્યુચ્યુઅલ ફંડમાં 15.31 લાખ રૂપિયા જમા છે. તેમની પત્ની પાસે 6.20 લાખ રૂપિયાની મારુતિ બલેનો છે.
અરવિંદ કેજરીવાલની આવક - મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2020ની ચૂંટણીની એફિડેવિટમાં પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો હતો. સીએમ કેજરીવાલ 3.44 કરોડ રૂપિયાની કુલ સંપત્તિના માલિક છે. તેમની પાસે 12 હજાર રૂપિયા રોકડા છે, અને તેમની પત્ની પાસે 9 હજાર રૂપિયા રોકડા છે.
અરવિંદ કેજરીવાલના પરિવારના છ બેંક ખાતાની જાણ કરવામાં આવી હતી, જેમાં કુલ 33.29 લાખ રૂપિયા જમા છે. પરિવાર પાસે 40 હજારની કિંમતની ચાંદી અને 32 લાખની કિંમતનું સોનું છે. તેમના પર કોઈ પ્રકારનું દેવું નથી.
2015ની વિધાનસભા ચૂંટણી માટે દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં તેમની સંપત્તિ 2.1 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી હતી. પાંચ વર્ષમાં તેમની કુલ આવકમાં 1 કરોડ 30 લાખ રૂપિયાનો વધારો થયો છે.












Click it and Unblock the Notifications
