Arvind Kejriwal On Exip Poll : એક્ઝિટ પોલ બાદ કેજરીવાલી પહેલી પ્રતિક્રિયા સામે આવી, જાણો શું કહ્યું?
Arvind Kejriwal On Exip Poll : દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને સામે આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં બીજેપી જીતતી જોવા મળી રહી છે.
2013 થી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી સત્તા ગુમાવી રહી હોવાના અહેવાલો વચ્ચે હવે અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે.

એક્ઝિટ પોલના દાવાઓને લઈને કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું અને દાવો કર્યો હતો કે છેલ્લા બે કલાકમાં આપના 16 ઉમેદવારોના ફોન આવ્યા છે અને બીજેપીમાં જોડાવાની ઓફર મળી રહી છે.
કેજરીવાલે દાવો કર્યો કે, આ ઉમેદવારોને મંત્રી બનાવવા અને દરેકને 15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે. કેજરીવાલે કહ્યું તે, જો તેમની પાર્ટીને 55થી વધુ બેઠકો મળી રહી છે તો પછી અમારા ઉમેદવારોને બોલાવવાની શું જરૂર છે?
કેજરીવાલે એક્સ પર લખ્યુ કે, કેટલીક એજન્સીઓ બતાવી રહી છે કે ગાલી ગલૌચ પાર્ટીને 55થી વધુ સીટો મળી રહી છે. સ્વાભાવિક રીતે જ આ બનાવટી સર્વે કરવામાં આવ્યા છે, જેથી આ વાતાવરણ સર્જીને કેટલાક ઉમેદવારોને તોડી શકાય. પણ ગાલી ગલૌચ વાળાઓ, અમારા એક પણ આદમી નહીં તુટે.
कुछ एजेंसीज दिखा रही हैं कि गाली गलौज पार्टी की 55 से ज़्यादा सीट आ रही हैं।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 6, 2025
पिछले दो घंटे में हमारे 16 उम्मीदवारों के पास फ़ोन आ गए हैं कि “आप” छोड़ के उनकी पार्टी में आ जाओ, मंत्री बना देंगे और हरेक को 15-15 करोड़ देंगे।
अगर इनकी पार्टी की 55 से ज़्यादा सीटें आ रहीं हैं तो…
કેજરીવાલ સિવાય સુલતાનપુર માજરા સીટ પરથી AAPના ઉમેદવાર મુકેશ અહલાવતે X પર લખ્યું કે, હું મરી જઈશ પણ હું અરવિંદ કેજરીવાલજીને ક્યારેય નહીં છોડું. મને આ નંબર પરથી ફોન આવ્યો. તેમણે કહ્યું કે તેમની સરકાર બની રહી છે, તે મંત્રી બનાવશે અને 15 કરોડ રૂપિયા પણ આપશે. AAP છોડી દો અને તેમને પાછા આવો. હું કહીશ કે હું પાર્ટીને અને કેજરીવાલને મારા મૃત્યુ સુધી નહીં છોડુ.
अगर गाली गलौज पार्टी की 50 से ज़्यादा सीटें आ रही हैं, तो यह हमारे प्रत्याशियों को संपर्क कर के तोड़ने की कोशिश क्यों कर रहे हैं?
— Atishi (@AtishiAAP) February 6, 2025
यह दिखा रहा है कि एक्ज़िट पोल एक साज़िश हैं आम आदमी पार्टी के विधायक तोड़ने की! https://t.co/3kKjiC4EQ4
જણાવી દઈએ કે, આ પહેલા AAP સાંસદ સંજય સિંહે ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે ભાજપે ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ માટે 15-15 કરોડ રૂપિયાની ઓફર શરૂ કરી છે.
તેમણે કહ્યું કે અમે અમારા ધારાસભ્યોને એલર્ટ કર્યા છે અને તેમને આવા કોલ રેકોર્ડ કરવાની સલાહ આપી છે.












Click it and Unblock the Notifications
