બેઇમાનીથી સરકારી બંગલામાં રહી રહ્યાં છે ઇમાનદાર કેજરીવાલ!

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 7 માર્ચઃ દેશના રાજકારણમાં નવો દોર શરૂ કરનારા અરવિંદ કેજરીવાલ ઇમાનદારીની ચાદર ઓઢેલા છે. વાત વાતમાં ઇમાનદારી અને ભ્રષ્ટાચારની વાતો કરતા કેજરીવાલ ખરા અર્થમાં કેટલા બેઇમાન છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે મુખ્યમંત્રી પદ છોડ્યા પછી પણ તેઓએ સરકારી આવાસ ખાલી કર્યું નથી.

arvind
મુખ્યમંત્રી હતા ત્યારે અરવિંદ કેજરીવાલને દિલ્હીના તિલક લેન પર સરકારી બંગલો આપવામાં આવ્યો હતો, પરંતુ પદ પરથી રાજીનામું આપ્યા પછી પણ તેમણે એ નિવાસ ખાલી કર્યું નથી. આમ તો કેજરીવાલ નિયમ અને કાયદાની વાતો કરે છે, પરંતુ જ્યારે વાત પોતાના પર આવે છે ત્યારે તેઓ એ વાતને ભૂલી જાય છે.

કેજરીવાલે 14 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું અને નિયમ અનુસાર 15 દિવસ બાદ એટલે કે એક માર્ચ સુધીમાં તેમણે સરકારી આવાસ ખાલી કરવાનું હતું, પરંતુ દિલ્હી સચિવાલય સૂત્રો અનુસાર તેમણે અત્યારસુધી તેને ખાલી કર્યું નથી. બીજી તરફ પીડબલ્યુડીએ પણ તેમને હજુ સુધી ઘર ખાલી કરવાની નોટીસ પાઠવી નથી. વિભાગ ડરે છે કે જો કેજરીવાલની પાર્ટી સત્તામાં આવશે તો સંબંધિત અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

નોંધનીય છે કે આ પ્રકારના મામલામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને તેમના મંત્રીઓને નોટીસ પાઠવવામાં આવી છે, પરંતુ કેજરીવાલને કોઇ નોટીસ પાઠવવામાં આવી નથી. નિયમ અનુસાર પૂર્વ મંત્રી પોતાના અધિકૃત આવાસમાં મફત 15 દિવસ સુધી રહી શકે છે. પદ પરથી રાજીનામું આપ્યા બાદ તે વધુમાં વધુ છ મહિના સુધી રહી શકે છે અને એ માટે તેમણે માર્કેટ રેટ કરતા વધારે ભાડું ચુકવવું પડે છે. તેવામાં જો કેજરીવાલ સરકારમાં રહેવા માગે છે તે તો તેમણે પ્રતિ માસ 2.58 લાખ રૂપિયા ભાડા પેટે ચુકવવા પડશે.

English summary
Former Delhi Chief Minister Arvind Kejriwal, who has batted for honesty and integrity in public life, has not vacated his official bungalow C-II/23 at Tilak Lane despite the completion of the 15-day grace period.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.