Arvind Kejriwal resign : અરવિંદ કેજરીવાલેે સત્તાવાર રાજીનામું આપ્યુ, આતિશીએ સરકાર બનાવવા દાવો રજુ કર્યો
Arvind Kejriwal resign : દિલ્હીના મુખ્યમંત્રી પદેથી અરવિંદ કેજરીવાલે સત્તાવાર રીતે રાજીનામું આપી દીધુ છે. તેમના રાજીનામાં બાદ આતિશીએ ઉપરાજ્યપાલ પાસે સરકાર બનાવવા માટે દાવો રજુ કર્યો છે.
અરવિંદ કેજરીવાલે સત્તા પરથી રાજીનામું આપતા કહ્યું કે, એક વખત ફરી જનતાની અદાલતમાં જઈશું અને લોકોના આશિર્વાદ લઈને ફરીથી સત્તા સંભાળીશ. હવે કેજરીવાલની જગ્યા આતિશી લેશે.

અરવિંદ કેજરીવાલે સાંજે લેફ્ટનન્ટ ગવર્નર સાથે મુલાકાત કરી અને તેમનું રાજીનામું સોંપ્યું છે. જે બાદ આમ આદમી પાર્ટીએ પોતાના તમામ ધારાસભ્યોની મદદથી આતિશી માર્લેનાએ સરકાર બનાવવાનો દાવો કર્યો.
રાષ્ટ્રપતિની મંજૂરી મળતાની સાથે જ આતિશી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને ચાર્જ સંભાળશે. જણાવી દઈએ કે જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે બે દિવસમાં રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. મંગળવારે સાંજે તેમના દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર કેજરીવાલે રાજીનામું આપી દીધું છે.
કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને પાર્ટીના તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી સ્વીકારી લીધો.
સીએમ કેજરીવાલના રાજીનામા અંગેના એક નિવેદનમાં સીએમ આતિશીએ કહ્યું કે, આજે અરવિંદ કેજરીવાલે તેમનું રાજીનામું સુપરત કર્યું છે. આ પાર્ટી અને દિલ્હીના લોકો માટે ભાવનાત્મક ક્ષણ છે.
આ સાથે જ દિલ્હીના લોકોએ અરવિંદ કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવવા માટે પ્રતિજ્ઞા લેવી જોઈએ. જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી હું દિલ્હીની સંભાળ રાખીશ અને અમારો સરકાર બનાવવાનો દાવો છે.












Click it and Unblock the Notifications
