ઉપરાજ્યપાલના પત્રને લઈને અરવિંદ કેજરીવાલના પ્રહાર, કહ્યું-વધુ એક લવ લેટર આવ્યો છે!
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના વચ્ચે સતત વિવાદ ચાલી રહ્યો છે. પહેલા કેજરીવાલે કહ્યું હતું કે, તેમની પત્નીએ છેલ્લા 6 મહિનામાં જેટલા પ્રેમ પત્રો લખ્યા નથી તેટલા એલજીએ તેમને લખ્યા છે.
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના વચ્ચે સતત વિવાદ ચાલી રહ્યો છે. પહેલા કેજરીવાલે કહ્યું હતું કે, તેમની પત્નીએ છેલ્લા 6 મહિનામાં જેટલા પ્રેમ પત્રો લખ્યા નથી તેટલા એલજીએ તેમને લખ્યા છે. હવે ફરીથી ફરીથી કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે, આજે ફરી પ્રેમ પત્ર આવ્યો છે.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યુ કે, આજે વધુ એક પ્રેમ પત્ર આવ્યો છે. તમને જણાવી દઈએ કે,એલજી વીકે સક્સેના દ્વારા સીએમ કેજરીવાલને છ પાનાનો પત્ર મોકલવામાં આવ્યો છે. અન્ય એક ટ્વીટમાં કેજરીવાલે લખ્યું કે, ભાજપ એલજી દ્વારા દિલ્હીના લોકોનું જીવન બરબાદ કરવા પર તત્પર છે. દરરોજ આ લોકો કોઈને કોઈ વાતને લઈને હંગામો મચાવે છે. હું દિલ્હીના લોકોને ખાતરી આપું છું - જ્યાં સુધી તમારો પુત્ર જીવંત છે ત્યાં સુધી ચિંતા કરશો નહીં, હું તમારા વાળને વાંકો થવા નહીં દઉં.
કેજરીવાલે એલજી વીકે સક્સેનાને નિશાન બનાવતા ટ્વીટ કર્યું હતું કે,એલજી સાહેબ મને જેટલો ઠપકો આપે છે તેટલો મારી પત્ની મને ઠપકો નથી આપતી. છેલ્લા 6 મહિનામાં એલજી સાહેબે મને એટલા પ્રેમપ્રત્રો લખ્યા છે એટલા મારી પત્નીને પણ નથી લખ્યા. એલજી સાહેબ, થોડો આરામ કરો અને તમારા સુપર બોસને પણ કહો, થોડી નિરાંત રાખો. અહીં કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. કેજરીવાલ સતત આરોપ લગાવી રહ્યા છે કે એલજી વીકે સક્સેના પીએમ મોદીના ઈશારે કામ કરી રહ્યા છે અને સરકારના કામમાં અવરોધો ઉભા કરી રહ્યા છો.












Click it and Unblock the Notifications
