For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલે કહ્યુ - દિલ્લીમાં કોરોના બ્લાસ્ટનો ખતરો

દિલ્લીમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે બુધવારે એક વાર ફરીથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ કરીને વર્તમાન સ્થિતિની માહિતી આપી.

|
Google Oneindia Gujarati News

દિલ્લીમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે બુધવારે એક વાર ફરીથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ કરીને વર્તમાન સ્થિતિની માહિતી આપી. અરવિંદ કેજરીવાલે અટકળો લગાવી છે કે દિલ્લીમાં આવનારા સમયમાં કોરોના બ્લાસ્ટ થવાનો છે. રાજધાનીમાં કોરોના સંક્રમિતાની સંખ્યામાં વધારો જોવા મળશે. તેમણે સાથે જ કહ્યુ કે દિલ્લીની બધી હોસ્પિટલોમાં હવે કેન્દ્રના આદેશ અનુસાર બધાનો ઈલાજ કરવામાં આવશે.

Arvind Kejriwal

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે દિલ્લીમાં અત્યારે 18 હજાર લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે આમાંથી 15 હજાર લોકો પોતાના ઘરોમાં છે. સીએમે કહ્યુ કે આવનારા સમયમાં દિલ્લીમાં કોરોના બહુ ઝડપથી ફેલાવાનો છે. 15 જૂને 44 હજાર કેસ થઈ જશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે 31 જુલાઈ સુધી આપણે 80 હજાર બેડની જરૂરત પડશે. જેટલા બેડ અમને દિલ્લીવાળા માટે જોઈએ એટલા જ બેડ અમને બહારના લોકો માટે જોઈએ. એટલે કે જો દિલ્લીમાં 33 હજારની બેડની જરૂર થશે તો બહારથી આવનારા માટે મળીને કુલ 65 હજાર બેડની જરૂર હશે.

તેમણે કહ્યુ, 'હવે હું ખુદ જમીન પર ઉતરીશ. સ્ટેડિયમ, બેંકેડ હૉલ અને હોટલ તૈયાર કરવી પડશે. અમારી ઈમાનદાર કોશિશ હશે. કોઈ કમી નહિ રહે.' સીએમ કેજરીવાલે કહ્યુ કે આ મુશ્કેલી એટલી મોટી છે કે માનવ જાતિના ઈતિહાસમાં આટલી મોટી મુશ્કેલી ક્યારેય નથી આવી. હું પડોશી રાજ્યોને પણ નિવેદન કરુ છુ કે તે ત્યાં યોગ્ય વ્યવસ્થા કરે દર્દીઓ માટે જેથી ઓછામાં ઓછા લોકો માટે દિલ્લી આવવાની જરૂર પડે.

તેમણે કહ્યુ, આ સમય રાજનીતિનો નથી. હું જોઉ છુ કે ભાજપવાળા આપ જોડે, આપવાલા કોંગ્રેસ સાથે લડી રહ્યા છે. જો આપણે પરસ્પર લડતા રહ્યા તો કોરોના જીતી જશે. આપણે એક થવાનુ છે. આપણે એક દેશ બનવાનુ છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે આ લડાઈને હવે જન આંદોલન બનાવવાનુ છે. માસ્કર પહેરવુ પડશે, હાથ ધોવા પડશે અને સોશિયલ ડિસ્ટંસીંગ રાખવુ પડશે. ખુદ પણ પાલન કરવાનુ છે અને બીજા પાસે પણ પાલન કરાવવાનુ છે.

યુપીના પ્રવાસી મજૂરો માટે બિગ બીએ 3 ફ્લાઈટ કરી બુકયુપીના પ્રવાસી મજૂરો માટે બિગ બીએ 3 ફ્લાઈટ કરી બુક

English summary
Arvind Kejriwal said, Corona virus is going to spread rapidly in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X