For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સામે જંગમાં શહીદ થયેલ વૉરિયર્સના પરિવારને આપશે 1 કરોડઃ કેજરીવાલ

કોરોના વાયરસ સામે ચાલી રહેલ જંગમાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવનાર કોરોના વૉરિયર્સ માટે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ સામે ચાલી રહેલ જંગમાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવનાર કોરોના વૉરિયર્સ માટે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટુ એલાન કર્યુ છે. ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં સીએમ અરવિંદ કેજરીવાલે એલાન કર્યુ કે જો કોરોના દર્દીની સેવા કરતા કોઈ પણ કર્મચારી ભલે તે સફાઈ કર્મચારી હોય, ડૉક્ટર હોય, નર્સ હોય ભલે તે સરકારમાં હોય કે પ્રાઈવેટમાં હોય કોરોનાના કારણે શહીદ થાય તો દિલ્લી સરકાર તેના પરિવારને 1 કરોડની સમ્માન રકમ આપશે.

Arvind Kejriwal

કોરોના દર્દી અને તેમના સંપર્કમાં આવવાથી ડૉક્ટર, નર્સ સહિત સફાઈ કર્મચારીઓને જીવનુ જોખમ રહે છે. માટે કેજરીવાલ સરકારે 1 કરોડ રૂપિયાની સમ્માન રકમનુ એલાન કરીને તેમનુ પ્રોત્સાહન વધાર્યુ છે. દિલ્લીના નિઝામુદ્દીન મરકજમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં 2000થી વધુ લોકો સામે આવ્યા બાદ દેશમાં હોબાળો મચી ગયો છે. આ આયોજનમાં શામેલ અમુક લોકોના કોરોના સંક્રમણ હોવાના કારણે દિલ્લીમાં કુલ કેસોની સંખ્યા વધીને 120ને પાર જઈ ચૂકી છે. વળી, મહામારીથી દિલ્લીમાં 2 લોકોના મોત પણ થયા છે. આ દરમિયાન મોહલ્લા ક્લિનિકના ડૉક્ટરમાં કોરોના પૉઝિટીવ મળી આવ્યા બાદ 12 માર્ચ, 2020 બાદ તેમનો ઈલાજ કરાવનાર લોકોને ક્વૉરંટાઈનમાં રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

મૌજપુર અને બાબરપુર વિસ્તારમાં મોહલ્લા ક્લીનિકમાં ડૉક્ટરના કોરોના પૉઝિટીવ મળ્યા બાદ હવે રાજધાની દિલ્લીની સરકારી હોસ્પિટલમાં એક ડૉક્ટરના કોરોના પૉઝિટીવ મળવાના સમાચાર આવી રહ્યા છે. આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ(કોવિડ-19) સામે જંગ લડી રહી છે. દુનિયાભરમાં વાયરસના કારણે 36571થી વધુ લોકોના મોત થઈ ગયા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા સાત લાખના આંકડાને પાર કરી ચૂકી છે. ભારતમા સંક્રમિત કેસોની સંખ્યા 1637 થઈ ગઈ છે જ્યારે આ મહામારીથી 38 લોકોના મોત પણ થઈ ગયા છે.

આ પણ વાંચોઃ કોવિડ-19 સામે જંગ લડવા અજીમ પ્રેમજીએ કર્યુ 1125 કરોડની મદદનુ એલાનઆ પણ વાંચોઃ કોવિડ-19 સામે જંગ લડવા અજીમ પ્રેમજીએ કર્યુ 1125 કરોડની મદદનુ એલાન

English summary
Arvind Kejriwal said If anyone loses their life while serving COVID19 patients Delhi government will provided Rs 1 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X