For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીના ઘણા પાવર પ્લાન્ટમાં માત્ર એક દિવસનો કોલસો, કેજરીવાલે કહ્યુ - આખા ભારતમાં સ્થિતિ ગંભીર

દેશમાં કોલસાનુ સંકટ ઉભુ થઈ ગયુ છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વિજળી મંત્રી સત્યેન્દ્ર જૈનનુ નિવેદન સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આ વખતે માર્ચથી જ ભીષણ ગરમી પડી રહી છે જેના કારણે સમગ્ર દેશમાં વિજળીની માંગ ઘણી ઝડપથી વધી છે. સપ્લાઈ પૂરી કરવાના ચક્કરમાં હવે કોલસાનુ સંકટ ઉભુ થઈ ગયુ છે. એક રિપોર્ટ મુજબ કોલસાના ભંડારવાળા રાજ્યો જેવા કે ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા વગેરેને છોડી દઈએ તો સમગ્ર દેશમાં સ્થિતિ ચિંતાજનક છે. હવે આના પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વિજળી મંત્રી સત્યેન્દ્ર જૈનનુ નિવેદન સામે આવ્યુ છે.

arvind kejriwal

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર એક વર્તમાનપત્રનુ કટિંગ શેર કર્યુ છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે વિજળીની માંગ પીક પર છે પરંતુ એક ચતુર્થાંશથી વધુ પાવર પ્લાન્ટ બંધ પડ્યા છે. સાથે જ ભીષણ ગરમીના કારણે 16 રાજ્યોમાં 3-10 કલાક સુધી વિજળી કાપ થઈ રહ્યો છે. કટિંગ સાથે કેજરીવાલે લખ્યુ કે દેશભરમાં વિજળીની ભારે સમસ્યા થઈ રહી છે. હજુ સુધી દિલ્લીમાં અમે ગમે તેમ કરીને મેનેજ કરી રહ્યા છે. સમગ્ર ભારતમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આપણે સહુએ મળીને જલ્દી આનુ સમાધાન કાઢવુ પડશે. આ સમસ્યાનો સામનો કરવા માટે ત્વરિત ઠોસ પગલાં લેવાની જરુર છે.

વિજળી મંત્રીએ કહી આ વાત

વળી, દિલ્લીના વિજળી મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે રાષ્ટ્રીય રાજધાનીના અમુક પાવર પ્લાન્ટમાં માત્ર એક દિવસનો કોલસાનો ભંડાર બચ્યો છે. વિજળી માટો કોઈ બેકઅપ નથી. વિજળીનુ ભંડારણ નથી કરી શકાતુ કારણકે એ રોજ ઉત્પાદિત થાય છે પરંતુ કોલસા ભંડારણ થઈ શકે છે. સામાન્ય સ્થિતિઓમાં કોલસાનો સ્ટૉક લગભગ 21 દિવસનો હોવો જોઈએ. તેમછતાં એનટીપીસી દાદરી અને ઉંચાહાર સહિત ઘણા પાવર પ્લાન્ટમાં એક દિવસનો સ્ટૉક બચ્યો છે. તેમણે આગળ કહ્યુ કે વર્તમાન કોલસા સંકટ રેલવે રેકની કમીના કારણે છે. પહેલા 450 રેલવે રેક ઉપલબ્ધ હતા હવે તેને 405 રેક કરી દેવામાં આવ્યા છે. સંકટને ટાળવા માટે કેન્દ્ર દ્વારા સારા સમન્વયની જરુર છે.

રેલવેએ લીધા આ પગલાં

કોલસાના સંકટને જોતા રેલવેએ એક મોટુ પગલુ લીધુ છે. જે હેઠળ ઘણી મુસાફર ટ્રેનોને રદ કરવામાં આવી છે જેથી માલગાડીઓે બાધારહતિ રુટ ઉપલબ્ધ કરાવી શકાય. રેલવેએ દાવો કર્યો થે કે તે આવનારા દિવસોમાં રેકની સંખ્યાને વધારશે.

English summary
Arvind Kejriwal said- one day coal in power plant, situation is serious.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X