અરવિંદ કેજરીવાલનો ખુલાસો, છેલ્લી ઘડીએ બધા મુસ્લિમ મત કોંગ્રેસને ગયા
દિલ્લીમાં થયેલા મતદાન વિશે અરવિંદ કેજરીવાલે મોટો ખુલાસો કર્યો છે.
લોકસભા ચૂંટણી દરમિયના દિલ્લીમાં 12મેના રોજ મતદાન થયુ હતુ. સામાન્ય ચૂંટણી દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલની તમામ કોશિશો છતાં કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીનું ગઠબંધન થઈ શક્યુ નહોતુ અને બંને પક્ષોએ પોત પોતાના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. વળી, દિલ્લીમાં થયેલા મતદાન વિશે અરવિંદ કેજરીવાલે મોટો ખુલાસો કર્યો છે.

બધા મુસ્લિમ મત કોંગ્રેસના ખાતામાં શિફ્ટ થઈ ગયાઃ કેજરીવાલ
દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે એક સવાલના જવાબમાં ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યુ કે મતદાનના 48 કલાક પહેલા લાગી રહ્યુ હતુ કે આપને બધી સાત સીટો પર જીત મળશે પરંતુ છેલ્લી ઘડીએ બધા મુસ્લિમ મત કોંગ્રેસના ખાતામાં શિફ્ટ થઈ ગયા. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આ બધુ મતદાનની બરાબર પહેલાની રાતે થયુ, હવે જોઈએ છે આગળ શું થાય છે.

શું થયુ, તપાસ કરી રહ્યા છેઃ કેજરીવાલ
કેજરીવાલે કહ્યુ કે તે તપાસ કરવાની કોશિશ કરી રહ્યા છે કે એવુ શું થયુ કે બધા મુસ્લિમ મત કોંગ્રેસને શિફ્ટ થઈ ગયા. તેમણે કહ્યુ કે મુસ્લિમ 12-13 ટકા છે. અરવિંદ કેજરીવાલ પંજાબના રાજપુરામાં રોકાયા હતા. આમ આદમી પાર્ટી પંજાબની બધી 13 સીટો પર ચૂંટણી લડી રહી છે. અંતિમ તબક્કામાં અહીં 19મેના રોજ મતદાન થવાનું છે.

દિલ્લીમાં કામ બોલે છે - અરવિંદ કેજરીવાલ
દિલ્લીમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. કેજરીવાલે કહ્યુ કે દિલ્લીમાં કામ બોલે છે. લોકો અમારા કામના આધારે મત આપશે. શું પાર્ટી જૂના ચહેરાને મોકો આપશે એ સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે અમે કામના આધારે આ બધુ નક્કી કરીશુ. વળી, લોકસભા ચૂંટણીના પરિણામો વિશે અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જો પીએમ મોદી ઈવીએમ સાથે છેડછાડ નહિ કરે તો તેમને પાછા ન આવવુ જોઈએ. કેજરીવાલે કહ્યુ કે જો કેન્દ્રમાં શાહ-મોદીવાળી સરકાર આવે અને આપને જરૂરી સીટો મળે તો દિલ્લીને રાજ્યનો દરજ્જો આપવાની શરતે સમર્થન આપશે. પંજાબમાં 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ખરાબ પ્રદર્શન પર કેજરીવાલ બોલ્યા, ‘આના ઘણા કારણો હતા. એક કારણ એ પણ જણાવવામાં આવી રહ્યુ હતુ કે હું કોઈના ઘરે રોકાઈ ગયો હતો.' અરવિંદ કેજરીવાલનો ઈશારો મોગામાં ખાલિસ્તાન સમર્થકના ત્યાં રોકાવા વિશે હતો.












Click it and Unblock the Notifications
