'ઓપરેશન આમ આદમી'ની અસર, ત્રણ અધિકારી સસ્પેંડ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 7 જાન્યુઆરી: દિલ્હી જળ બોર્ડ (ડીજેબી)માં ભ્રષ્ટાચાર પર લગામ કસવાની કવાયદ હેઠળ દિલ્હી સરકારે બોર્ડના ત્રણ અધિકારીઓને સસ્પેંડ કરી દિધા અને પાણી પુરવઠા અને સેવાને સારી બનાવવા માટે કવાયદ હેઠળ 800 અધિકારીઓની બદલી કરી દિધી છે. એક ટીવી ચેનલ પર બિલ્ડિંગના બાંધકામમાં પાણીના ઉપયોગની મંજૂરી અને મીટર રીડિંગ સંબંધિત સ્ટિંગ ઓપરેશન બતાવવામાં આવ્યા બાદ ત્રણ અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે.

દિલ્હીના લોક નિર્માણ તથા શિક્ષા મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આદેશ પર મુખ્ય જળ વિશ્લેષક વિનોદ કુમાર, પટવારી સુનીલ કુમાર અને મીટર રીડર અનુલ પ્રકાશને સસ્પેંડ કરી દિધા છે. દિલ્હી સરકારે ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો દ્વારા દિલ્હી પાણી પુરવઠા બોર્ડ અધિકારીઓને કથિત લાંચમાં સામેલ હોવાના કેસમાં તપાસ કરવા માટે કહ્યું છે.

તેમને કહ્યું હતું કે આ કાર્યવાહીથી અમે દરેક કર્મચારીઓને સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે તે સમજી જાય કે ભ્રષ્ટાચારના દિવસો હવે ખતમ થઇ ગયા છે અને આ શાસન સ્વચ્છ રાજકારણનું છે. ત્રણ અધિકારીઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાણી પુરવઠા તથા સેવાને સારી બનાવવાની કવાયદ હેઠળ દિલ્હીમાં 'આપ'ની સરકારે દિલ્હી પાણી પુરવઠા બોર્ડ (ડીજેબી)માં વ્યાપક ફેરફાર કરતાં લગભગ 800 અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓની બદલી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આદેશ પર થઇ છે જે પાણી પુરવઠા બોર્ડના અધ્યક્ષ પણ છે.

800 અધિકારીઓની બદલીના આદેશ

800 અધિકારીઓની બદલીના આદેશ

તેમને કહ્યું હતું કે મુખ્યમંત્રી દિલ્હી પાણી પુરવઠા બોર્ડના સેવા વિતરણ સિસ્ટમને મજબૂત બનાવવા માટે વિશિષ્ટ નિર્દેશ રજૂ કર્યા છે અને આ અંતગર્ત બદલીઓ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સેવા પુરી પાડનાર વ્યવસ્થાને યોગ્ય બનાવવા માટે 800 અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો હતો. ડીજેબીમાં બદલીને પહેલ 28 ડિસેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા પછી દિલ્હી પાણી પુરવઠા બોર્ડના સીઇઓ દેબાશીષ મુખર્જીને દૂર કર્યા બાદ 10 દિવસ બાદ સામે આવી છે. ડીજેબીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે બધા અધિકારી છેલ્લા ત્રણ વર્ષોથી એક જ સ્થળ પર નોકરી કરતા હતામ તેમની બદલી કરવામાં આવી છે.

ત્રણ અધિકારીઓ સસ્પેંડ

ત્રણ અધિકારીઓ સસ્પેંડ

દિલ્હી પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓની બદલીનો આદેશ તે દિવસે જ આવી ગયો હતો. જે દિવસે એક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં ડીજેબીના ત્રણ અધિકારીઓને લાંચ લેતાં બતાવ્યા બાદ સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે. જો કે વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે બદલી કામકાજને સારું બનાવવા માટે કરવામાં આવી છે.

લોક ઉપયોગી સેવા સારી બનાવવાનો હેતુ

લોક ઉપયોગી સેવા સારી બનાવવાનો હેતુ

ડીજેબીના પ્રવક્તાએ કહ્યું હતું કે લોક ઉપયોગની સેવા સારી બનાવવાના હેતુથી આ દિશામાં પ્રયત્ન કરવાની પહેલ કરવામાં આવી રહી છે. દિલ્હી પાણી પુરવઠા બોર્ડ સતત સેવાઓ તથા વ્યવસ્થાને નિયોજીત બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં છે.

ટેન્કર માફિયા વિરૂદ્ધ કાર્યવાહી

ટેન્કર માફિયા વિરૂદ્ધ કાર્યવાહી

સૂત્રોએ જણાવ્યું હતું કે પાણીની સમાન વહેંચણી સરકારની પ્રાથમિકતા છે તથા પાણી વહેંચણી સિસ્ટમને યોગ્ય બનાવવા માટે આ પગલાં ભરવામાં આવ્યા છે. શહેરમાં ટેન્કર માફિયા વિરૂદ્ધ કાર્યવાહી પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

English summary
Under the direct orders of Delhi Chief Minister Arvind Kejriwal, at least 800 officials of Delhi Jal Board were transferred late night on Monday to ameliorate the service delivery mechanism, while three others were suspended on charges of corruption.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.