વડાપ્રધાન મોદી પર અરવિંદ કેજરીવાલે કર્યા આકરા પ્રહાર, લગાવ્યા મોટો આરોપો
Delhi CM Arvind Kejriwal: સુપ્રિમ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. જે બાદ કેજરીવાલ જેલમાંથી 1 જૂન સુધી બહાર રહેશે. જેલમાંથી છુટ્યા બાદ અરવિંદ કેજરીવાલે સંકટમોચનના દર્શન કરવા પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીનો અક્રમક ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
આ પ્રેસ કોન્ફરન્સ શરૂ કરતા પહેલા AAP આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ જય હિંદ અને જય અરવિંદ કેજરીવાલના નારા લગાવ્યા હતા.

આ દરમિયાન AAP કાર્યકર્તાઓએ રંગ દે બસંતી ગીત વગાડ્યું હતું. આવા સમયે કેજરીવાલ ક્યારેક હાથ જોડીને તો ક્યારેક બંને હાથ જોડીને આમ આદમી પાર્ટીના કાર્યકરો પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આ પત્રકાર પરિષદને સંબોધી હતી. પત્રકારો અને કાર્યકર્તાઓને સંબોધતા કેજરીવાલે જણાવ્યું હતું કે, હું તમારી વચ્ચે પાછા આવીને ખૂબ જ ખુશ છું. આપણે સાથે મળીને આપણા દેશને સરમુખત્યારશાહીથી બચાવવાનો છે, હું મારી બધી તાકાતથી લડીશ, મને દેશના 140 કરોડ લોકોના સમર્થનની જરૂર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કેજરીવાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાને અમારી આમ આદમી પાર્ટીને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી. એક વર્ષમાં અમારી પાર્ટીના ચાર ટોચના નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા. જે લોકો મોદીજીને મળવા જાય છે, તે પણ અમને બધું કહે છે.
#WATCH | Delhi CM Arvind Kejriwal says "...These people ask the INDIA alliance who will be their Prime Minister. I ask BJP who will be your Prime Minister? PM Modi is turning 75, on 17th September. He made a rule that leaders in the party would retire after 75 years...LK Advani,… pic.twitter.com/P1qYOl7hIt
— ANI (@ANI) May 11, 2024
#WATCH | Delhi CM Arvind Kejriwal says "...Whenever a dictator tried to take over, the people of the country uprooted him. Today again a dictator wants to end democracy...I am fighting against that dictator but I cannot do anything alone. I have come to beg from 140 crore people… pic.twitter.com/rLnnGXjbwA
— ANI (@ANI) May 11, 2024
#WATCH | Delhi CM Arvind Kejriwal says "They will send opposition leaders to jail and will finish (Nipta denge) the politics of BJP leaders…Our ministers, Hemant Soren, ministers of Mamata Banerjee's party are in jail…If they win again, then Mamata Banerjee, MK Stalin, Tejashwi… pic.twitter.com/xtzToyYuQd
— ANI (@ANI) May 11, 2024












Click it and Unblock the Notifications
