જંતર-મંતર પર અણ્ણાનું બલિદાન ઇચ્છતા હતા કેજરીવાલ: અગ્નિવેશ

અગ્નિવેશના અનુસાર આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને લાગે છે કે અણ્ણાનું બલિદાન આંદોલન માટે યોગ્ય રહેશે. સ્વામી અગ્નિવેશે આ વાતનો દાવો એક ન્યૂઝ ચેનલને આપેલા એક ઇંટર્વ્યુમાં કર્યો.
અગ્નિવેશના જણાવ્યા અનુસાર એપ્રિલ 2011માં જ્યારે જંતર-મંતર પર લોકપાલ આંદોલન શરૂ થયું ત્યારે તેઓ અણ્ણાને આમરણ અનશન પર બેસાડવાનો વિરોધ કરી રહ્યા હતા. અગ્નિવેશે જણાવ્યું કે જ્યારે મને ખબર પડી કે અણ્ણા આમરણ અનશન કરવાના છે તો મે અરવિંદને સવાલ કર્યો હતો કે 'તેઓ અણ્ણા જેવા ઘરડા વ્યક્તિને અનશન પર કેમ બેસાડી રહ્યા છે. ત્યારે અરવિંદે જણાવ્યું હતું કે તેમનું બલિદાન થશે તો દેશમાં ક્રાંતિ આવશે. તેઓ મરી જશે તો પણ કઇ વાંધો નથી, તે આંદોલન માટે સારુ રહેશે.'
અગ્નિવેશના જણાવ્યા પ્રમાણે જંતર-મંતર પર અનશન દરમિયાન સરકાર દ્વારા બધી માંગો મંજૂર કરી લીધા બાદ પણ અરવિંદ કેજરીવાલ અણ્ણાને પાંચ-સાત દિવસ વધુ અનશન કરવા માટે ઉશ્કેરતા રહ્યા.
અગ્નિવેશે જણાવ્યું કે 'આંદોલનની શરૂઆતથી જ કેજરીવાલ મોટી મહત્વકાંક્ષા લઇને ચાલી રહ્યા હતા. તેમને લાગી રહ્યું હતું કે અણ્ણાના ખભા પર જ તે પોતાની બંદૂક ચલાવી શકે છે. કેજરીવાલને લાગતું હતું કે તેઓ અણ્ણાની સારી છબીનો ફાયદો ઉઠાવીને લોકોની વચ્ચે પોતાની સારી છબી બનાવી શકે છે. જેના પગલે જ તેમણે અણ્ણાને પૂણેથી લાવીને જંતર-મંતર પર બેસાડ્યા.'
અગ્નિવેશના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરિવાલ ઇચ્છતા હતા કે અણ્ણા પોતાનું આંદોલન જારી રાખે. આંદોલન દરમિયાન સરકાર દ્વારા માંગ માની લીધા બાદ પણ અણ્ણા કેજરીવાલના ચડાવા પર અનશન કરતા રહ્યા.
સ્વામી અગ્નિવેશે 'ટીમ અણ્ણાના સભ્યો શાંતિ ભૂષણ અને પ્રશાંત ભૂષણને પણ આ અંગે જણાવ્યું. તેમને પણ અણ્ણાને અનશન તોડવાનું જણાવ્યું પરંતુ અણ્ણાએ ઉપવાસ તોડવાની ના કહી દીધી. બાદમાં તેમણે પ્રેસ કોન્ફ્રેંસમાં પોલ ખોલવાની ધમકી આપી ત્યારે જઇને અણ્ણાએ અનશન તોડ્યા.'












Click it and Unblock the Notifications
