For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરમાં હિંદુ રાજાઓ હતા ત્યાં સુધી હિંદુ અને શીખ સુરક્ષિત હતાઃ સીએમ યોગી

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના શિખ સંમેલનમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ છે કે જ્યાં સુધી કાશ્મીરમાં હિંદુ રાજા હતા ત્યાં સુધી હિંદુ અને શીખ સુરક્ષિત હતા.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના શિખ સંમેલનમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ છે કે જ્યાં સુધી કાશ્મીરમાં હિંદુ રાજા હતા ત્યાં સુધી હિંદુ અને શીખ સુરક્ષિત હતા. જ્યારે હિંદુ રાજાનું પતન થયુ તો હિંદુઓનું પણ પતન થવાનું શરૂ થઈ ગયુ. આજે ત્યાંની સ્થિતિ શું છે? કોઈ પોતાને સુરક્ષિત કરી શકે છે? ના. આપણે ઈતિહાસમાંથી શીખવુ જોઈએ. તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કાશ્મીરી નેતાઓ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે આ એવા લોકો છે જે હુર્રિયતની પરવાનગી વિના ટોયલેટ પણ નથી જઈ શકતા.

આ પણ વાંચોઃ 2019માં રામ મંદિર પર વટહુકમ કે બિલ લાવીને બાજી પલટી શકે છે ભાજપ?આ પણ વાંચોઃ 2019માં રામ મંદિર પર વટહુકમ કે બિલ લાવીને બાજી પલટી શકે છે ભાજપ?

yogi adityanath

તમને જણાવી દઈએ કે આ પહેલા યોગી આદિત્યનાથે શનિવારે રાષ્ટ્રવાદની વાત કહી હતી. તેમણે કહ્યુ હતુ કે લોકો માટે રાષ્ટ્રવાદ સૌથી મોટો ધર્મ હોવો જોઈએ. નક્સલવાદ, આતંકવાદ, ભ્રષ્ટાચાર સામે સામૂહિક અવાજ ઉઠાવવો જોઈએ. તમને જણાવી દઈએ કે ભાજપનો આ શિખ સંમેલન પીડબ્લ્યુડી વિભાગના વિશ્વેશ્વરૈયા ઓડિટોરિયમમાં આયોજિત કરવામાં આવ્યુ હતુ. આ સંમેલન ગુરુ નાનક દેવજીના 550માં પ્રકાશોત્સવને સમર્પિત હશે.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશમાં 'દાગી અને બહાર'ના સાથે દોસ્તી કોંગ્રેસને કયાંક ભારે ન પડી જાયઆ પણ વાંચોઃ મધ્ય પ્રદેશમાં 'દાગી અને બહાર'ના સાથે દોસ્તી કોંગ્રેસને કયાંક ભારે ન પડી જાય

સબરીમાલાની જેમ રામ મંદિર પર પણ ચુકાદો સંભળાવવો જોઈએ

યુપીના સીએમ યોગી આદિત્યનાથે શનિવારે કહ્યુ કે સુપ્રીમ કોર્ટે જે રીતે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે પોતાનો ચુકાદો સંભળાવ્યો તે રીતે તેણે અયોધ્યામાં રામ મંદિર મુદ્દે પણ સંભળાવવો જોઈએ. યોગી આદિત્યનાથે કહ્યુ કે અયોધ્યામાં મંદિર લોકોના હ્રદયમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ કે તેમના અને તેમના પક્ષ ભાજપ માટે રામ મંદિર કોઈ ચૂંટણી મુદ્દો નથી.

English summary
As long as there was a Hindu king in Kashmir, Hindus and Sikhs were safe, says UP CM Yogi Adityanath
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X