વન નેશન વન ઇલેક્શન મામલે અસાદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કર્યો પ્રહાર
AIMIMના પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસીએ રવિવારે દાવો કર્યો છે કે વન નેશન વન ઈલેક્શનને લઈ કેન્દ્ર સરકારે જે કમિટીની રચના કરી છે, તે માત્ર ઔપચારિકતા પૂરતી જ છે, કેન્દ્ર આ મામલે પહેલેથી જ નિર્ણય લઈ ચૂક્યું છે.

હૈદરાબાદના સાંસદે એમ પણ કહ્યું કે આ વિચાર દેશમાં બહુ-પક્ષીય સંસદીય લોકશાહી અને સંઘવાદ માટે આપત્તિ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાના વિચાર પર સૂચનો આપવા માટે કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
સરકારે પહેલેથી જ નિર્ણય લઈ લીધો છે
ઓવૈસીએ સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર કરેલ પોતાની પોસ્ટમાં લખ્યું, 'આ નોટિફિકેશન વન નેશન વન ઈલેક્શન પર વિચાર માટે સમિતિ નિયુક્ત કરવાની છે. સ્પષ્ટ છે કે આ માત્ર એક ઔપચારિક છે અને સરકારે પહેલેથી જ તે કરવાનો નિર્ણય લઈ લીધો છે. વન નેશન વન ઈલેક્શ બહુદળીય સંસદીય લોકતંત્ર અને સંઘવાદ માટે એક તબાહી હશે.'
મોદી પર નિશાન સાધ્યું
એઆઈએમઆઈએમના નેતાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી રાજ્ય ચૂંટણીને જોતાં એલપીજીના ભાવ ઘટાડ્યા છે અને તેઓ એક એવો માહોલ બનાવવા માંગે છે કે જો તેઓ ચૂંટણી જીતી જાય છે તો આગલા પાંચ વર્ષ સુધી કોઈપણ જાતની જવાબદારી વિના જનવિરોધી નીતિઓ લાવતા રહીશે.
રાષ્ટ્રપતિના ઉચ્ચ હોદ્દાનો દરજ્જો ઘટાડ્યો
પોતાના અનેક એક્સ પોસ્ટમાં તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, 'મોદી સરકારે પૂર્વ રાષ્ટ્રપતિને સરકારની એક સમિતિના વડા તરીકે નિયુક્ત કરીને ભારતના રાષ્ટ્રપતિનું ઉચ્ચ પદ ઘટાડી દીધું છે. રાજ્યસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતાને શા માટે સામેલ કરવામાં આવ્યા? ઓવૈસી દાવો કરે છે કે સમિતિના બાકીના સભ્યો સ્પષ્ટપણે સરકાર તરફી દૃષ્ટિકોણ ધરાવે છે, જે તેમની કથિત ટિપ્પણીઓ પરથી સ્પષ્ટ થાય છે.












Click it and Unblock the Notifications
