અસદુદ્દીન ઓવૈસીએ PM મોદી દ્વારા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિરીક્ષણને બંધારણની ભાવના વિરુદ્ધ ગણાવ્યું

AIMIM ના સાંસદે જણાવ્યું છે કે, PM મોદીને ત્યાં એકલા ન જવું જોઈએ. આ સાથે મોદી ત્યાં પહોંચ્યા, તો લોકસભાના સ્પીકર ઓમ બિરલા તેમની સાથે કેમ હાજર ન હતા? તેઓ સવાલ કર્યો હતો.

નવી દિલ્હી : હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રાત્રે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિરીક્ષણને બંધારણના મૂળભૂત બંધારણની ભાવના વિરુદ્ધ ગણાવ્યું છે. AIMIM ના સાંસદે જણાવ્યું છે કે, PM મોદીને ત્યાં એકલા ન જવું જોઈએ. આ સાથે મોદી ત્યાં પહોંચ્યા, તો લોકસભાના સ્પીકર ઓમ બિરલા તેમની સાથે કેમ હાજર ન હતા? તેઓ સવાલ કર્યો હતો. પોતાના આરોપો માટે ઓવૈસીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ ટાંક્યો છે અને કહ્યું કે, વડાપ્રધાન મોદી કારોબારીનો ભાગ છે અને બંધારણમાં અધિકારોનું સ્પષ્ટ વિભાજન છે.

Asaduddin Owaisi

ઓવૈસીએ વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યું

ઓવૈસીએ વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યું

રવિવારના રોજ સવારે અમેરિકાની મુલાકાતેથી પરત ફર્યા બાદ વડાપ્રધાન મોદી અચાનક રાત્રે સંસદ ભવન નજીક ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના બાંધકામનુંનિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. પહેલા ચર્ચા શરૂ થઈ કે, કેવી રીતે વડાપ્રધાન મોદી લાંબી વિમાન મુસાફરીનો થાક પોતાની ઉપર હાવી થવા દેતા નથી.

જે બાદ વિપક્ષેત્યાં પહોંચવા માટે પોતાની રીતે પ્રહારો કરવાનું શરૂ કર્યું હતું. હવે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ નવી દલીલો સાથે વડાપ્રધાન મોદીને ઘેરવાનું શરૂ કર્યું હતું.

'લોકસભાના અધ્યક્ષ વડાપ્રધાન સાથે કેમ ન હતા'

'લોકસભાના અધ્યક્ષ વડાપ્રધાન સાથે કેમ ન હતા'

ઓવૈસીએ જણાવ્યું હતું કે, છે કે 'સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ સંસદ બંધારણનું મૂળભૂત માળખું છે. સત્તાના વિભાજનનો સિદ્ધાંત જણાવે છે કે, વહીવટી તંત્ર ન્યાયતંત્રઅથવા વિધાનસભાની પ્રવૃત્તિઓમાં દખલ નહીં કરે. વડાપ્રધાન મોદી પણ કારોબારીનો ભાગ છે.

વડાપ્રધાને એકલા જઈને સંસદના નિર્માણનું નિરીક્ષણ કર્યું, મને લાગે છેકે તે ખોટું છે. આ અધિકારોના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. લોકસભાના અધ્યક્ષ ગૃહના વાલી હોય છે. તેમને વડાપ્રધાન મોદી સાથે કેમ ન હતા? વડાપ્રધાનએકલા ન જવા જોઈએ.

વિપક્ષે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું

વિપક્ષે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું

વડાપ્રધાન મોદીને આ રીતે નવા સંસદ ભવનના નિર્માણનો હિસાબ લેતા જોયા બાદ સોશિયલ મીડિયા વહેંચાયેલું છે. વિપક્ષ સતત વિવિધ દલીલોથી તેમની ટીકા કરીરહ્યો છે, ત્યારે એક વર્ગ તેમની પ્રશંસા કરવામાં વ્યસ્ત છે.

ઉદાહરણ તરીકે મધ્યપ્રદેશ કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી તેમના માટે 'કેમેરાજીવી પ્રચારમંત્રી' જેવા શબ્દોલખવામાં આવ્યા છે, ત્યારે પક્ષના પ્રવક્તા જયવીર શેરગિલે પ્રશ્ન કર્યો છે કે, 'હવે તમે ખેડૂતોના વિરોધ સ્થળ અને કોવિડથી મૃત્યુ પામેલા પરિવારોનું ક્યારે નિરીક્ષણકરવા જશો?

શાસક પક્ષ વડાપ્રધાનની કરી રહ્યો છે વાહવાહી

મોદી સરકારના મંત્રીઓ દ્વારા તેમના નિરીક્ષણની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે પીયૂષ ગોયલે ટ્વિટર પર એક વીડિયો મૂક્યો અને લખ્યું કે,અથાગ, અણનમ, રાષ્ટ્ર નિર્માણમાં વ્યસ્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તેમના વ્યસ્ત પ્રવાસ બાદ તરત જ નવી સંસદનું નિર્માણ જોવા ગયા, અને કામદારોને પ્રોત્સાહિતકર્યા. તેમની ઉર્જા, ઉત્સાહ અને તેના તરફથી મળેલું પ્રોત્સાહન આપણને તેમની જેમ વર્તવા માટે પ્રેરિત કરે છે.

શાસક પક્ષ અને વિપક્ષના આ હુમલા વચ્ચે સામાન્યયુઝર્સે પણ આ મુદ્દે તેમના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી રવિવારના રોજ પ્રથમ વખત નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય જોવા ગયાહતા. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, તેઓ કોઈ માહિતી વગર અચાનક ત્યાં પહોંચ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X