For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મીડિયા પર વિફર્યા આસારામ, 50 લાખના ઇનામની જાહેરાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

asaram-bapu
અલ્હાબાદ, 16 જાન્યુઆરી: દિલ્હીમાં થયેલા સામૂહિક બળાત્કાર કાંડ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન અને ધર્મગુરૂ હાવાનો દાવો કરનાર આસારામ બાપુએ મંગળવારે મીડિયા દોષનો ટોપલો ઢોળતાં તેમને કહ્યું હતું કે તેમના નિવેદનને મારી-મચેડીને રજૂ કરવામાં આવ્યું છે. મહાકુંભમાં ભાગ લેવા માટે આવેલા આસારામ બાપુએ જાહેરાત કરી છે કે જો કોઇ એમ સાબિત કરી બતાવે તે સામૂહિક બળાત્કાર માટે પીડીતા પણ જવાબદાર છે તો તેને 50 લાખનું ઇનામ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ બાપુએ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે 23 વર્ષીય પીડિતાને દોષીઓ સામે દયાની આચના કરી હોત અને તેમને કહ્યું હોત કે તે તેમની બહેન જેવી છે તો તે પોતાની ઇજ્જત અને જીવ બચાવી શકી હોત. આસારામ બાપુના આ નિવેદને આખા દેશમાં હોબાળો મચાવી દિધો હતો.

આસારામ બાપુએ દાવો કર્યો હતો કે મારા નિવદનને સંદર્ભથી અલગ રીતે રજૂ કરવામાં આવ્યું છે. પીડિતા તો મારી ભત્રીજી જેવી છે. મીડિયાએ મારા નિવેદને મારી-મચેડીને રજૂ કર્યું છે. આસારામ બાપુએ કહ્યું હતું કે જો કોઇ તે સાબિત કરી દે કે તેમને સામૂહિક બળાત્કાર માટે પીડિતાને જવાબદાર ગણાવી છે તો તે તેને ઇનામના રૂપમાં 50 લાખ રૂપિયા આપશે.

English summary
Asaram Bapu Tuesday said he was quoted out of context and announced a reward of 50 lakh to anyone who could prove that he blamed the victim for the horrific crime.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X