આશ્રમમાં પરત ફર્યા આસારામ, નિર્દોષ હોવાનો સૂર આલાપ્યો!
નવી દિલ્હી, 23 ઑગસ્ટ : આધ્યાત્મિક ગુરુ આસારામ બાપુ પોતાના આશ્રમમાં પરત ફર્યા છે અને તેમણે પ્રવચન આપવાનું પણ શરૂ કરી દીધું છે. જ્યારે પોતાની સફાઇ આપતા પોતે નિર્દોષ હોવાનો સૂર આલાપ્યો હતો. આના પહેલા આસારામ એકાંતવાસ પર ચાલ્યા ગયા હતા. આસારામના એકાંતવાસ પર સવાલ ઉઠવા લાગ્યા હતા, કે શું આસારામ ધરપકડથી બચવાની કોશીશ કરી રહ્યા છે.
જ્યારે બીજી બાજુ આસારામની સામે પોલીસ દ્વારા પ્રેશર વધી રહ્યું છે. શારીરિક શોષણના આરોપોની તપાસ કરી રહેલી પોલીસનું કહેવું છે કે ધાર્મિક ગુરુની સામે બળાત્કારનો આરોપ લગાવનાર યુવતીનું નિવેદન પહેલી દ્રષ્ટિએ સાચુ લાગી રહ્યું છે. સાથે સાથે આસારામ બાપુ સાથે શુક્રવારે પૂછપરછ થઇ શકે છે. આના માટે જોધપુર પોલીસ તેમને સમન મોકલી શકે છે.













Click it and Unblock the Notifications
