...અને આસારામે નર્સને કહ્યું- તું પોતે જ માખણ જેવી છો
આસારામના વિવાદો પુરા થવાનું નામ જ લેતા નથી. એક વિવાદ થોડો શાંત પડે છે તેની સાથે જ બીજો વિવાદ રાહ જોઈને જ ઉભો હોય છે. જોધપુરથી મેડિકલ તપાસ કરવા આસારામને દિલ્હી એઇમ્સમાં લાવવામાં આવ્યા હતા.
ડૉક્ટરોએ નાશતો કરવા કહ્યું તો એક નર્સ બટર-બ્રેડ લઇ આવી હતી. આસારામે કહ્યું કે તું પોતે જ માખણ જેવી છે બ્રેડ સાથે માખણ લાવવાની શી જરૂર. ઉપરાંત કહ્યું તારા ગાલ પણ સફરજન જેવા લાલ છે, તું કાશ્મીરી હોઇશ.

આસારામે જયારે આવું કહ્યું ત્યારે નર્સ એકદમ હેબતાઈ ગયી હતી. આટલું ઓછું હોય તેમ આસારામ આગળ બોલતા રહ્યા કે હવે તો હું 80 વર્ષનો થઇ ચુક્યો છું. પરંતુ મને પહેલા જેવો યુવાન બનાવી દો.












Click it and Unblock the Notifications
