આસારામનો દાવો: ભગવાન સાથે મિત્રતા છે, વરસાદ કરાવી દઇશ
નવી દિલ્હી, 28 માર્ચ: એક તરફ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં દુકાળ જેવી સ્થિતી સર્જાઇ છે. કેટલાક ગામડાઓમાં મહિલાઓ પાણી ભરવા માટે 5-5 કિલોમીટર દૂર ચાલીને ભરવા જાય છે. સૌરાષ્ટ્રમાં પાણી તંગીના કારણે કેટલાક ગામડાંઓમાં કુવારાઓના લગ્ન પણ થઇ રહ્યાં નથી. બીજી તરફ પોતાને સંત કહેડાવનારા આસારામ બાપુએ હોળીના બહાને પાણી વહાવ્યું અને આ મુદ્દે સવાલો ઉઠ્યાં તો તેમને સ્પષ્ટપણે કહી દિધું કે પાણી કોઇના બાપનું નથી. તેમને ભગવાનને યાર કહીને સંબોધ્યા અને ત્યાં સુધી પણ કહી દિધું હતું કે જ્યાં દુકાળ જેવી સ્થિતી છે ત્યાં અમે પાણી વરસાવી દઇએ છીએ.
ન્યુઝ ચેલન આજતકના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પોતાના ભક્તો સાથે હોળીનો તહેવાર ઉજવતાં આસારામ બાપુએ બધી જ મર્યાદાઓ ઓળંગી દિધી છે. આસારામ બાપુએ મિડીયાકર્મીની તુલાના કુતરા સાથે કરી હતી. આટલું જ નહી વધુમાં તેમને કહ્યું હતું કે અમે કોઇ સરકારના બાપથી પાણી લેતાં નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે 40 વર્ષના સૌથી મોટા દુકાળનો સંઘર્ષ કરી રહેલા મહારાષ્ટ્રની સરકારે આસારામે ફક્ત એટલું જ કહ્યું હતું કે તરસે મરી રહ્યાં છે, તમે હોળીના નામ પર આમ પાણી વહાવો અને પાણી આપવાની મનાઇ કરી દિધી હતી. આ મુદ્દે આસારામ બાપુનો પારો સાતમા આસમાને ચઢી ગયો હતો. તેમને આધ્યાત્મિક સંતની પરંપરાને એકબાજુએ મુકીને સડકછાપની જેમ વહેવાર કર્યો હતો. મિડીયા પર નિશાન સાધતાં આસારામ બાપુએ કહ્યું હતું કે બાપુ મુંગ દળ રહ્યાં છે અને કુતરાં (મિડીયા) ભસી રહ્યાં છે.
આટલું જ નહી ગુજરાત અને મહારાષ્ટ્રના દુકાળને નજર અંદાજ કરતાં આસારામ બાપુએ કહ્યું હતું કે ભગવાન મારી સાથે છે, હું તો દિલ ખોલીને રંગ વરસાવીશ. તેમને પોતાની પાસે ચમત્કારિક શક્તિ હોવાનો દાવો કરતાં ભગવાનને પોતાના યાર ગણાવ્યાં હતા. તેમને કહ્યું હતું કે અમે તો 'યાર'ને પાણીથી રંગ વરસાવીશું. જ્યાં દુકાળૅ પડે છે ત્યાં પાણી વરસાવી દઇએ છીએ.












Click it and Unblock the Notifications
