For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હજુ પણ ‘જવાન’ છે 72 વર્ષીય આસારામ, મર્દાનગી ટેસ્ટ કર્યો પાસ

|
Google Oneindia Gujarati News

જોધપુર, 2 સપ્ટેમ્બરઃ કોર્ટમાંથી રિમાન્ડ મળ્યાં બાદ આસારામને સૌથી પહેલા જોધપુરની સંપૂર્ણાનંદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં તેમના બે પોટેંસી ટેસ્ટ થયા, જેમાં આસારામ સંપૂર્ણ ફિટ જોવા મળ્યાં. પોતાના પર લાગેલા આરોપો બાદ આસારામે એવી દલીલ કરી હતી કે 72 વર્ષની ઉમરમાં તેમના પર આવા આરોપ લગાવવા અયોગ્ય છે.

જોધપુર ડીસીપી અજય પાલ લાંબાએ કહ્યું કે જોધપુરથી 30 કિમી દૂર માનઇ આશ્રમ પણ લઇ જવામાં આવ્યા, જ્યાં તેમના વિરુદ્ધ આરોપોનું સત્યાપન કરવા માટે ઘટના જેવી સ્થિતિઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું.

ત્યારબાદ આસારામને જિલ્લા અને સત્ર ન્યાયાધિશ(ગ્રામીણ) મનોજ કે વ્યાસ સામે રજૂ કરવામાં આવ્યા, જેમણે આસારામને એક દિવસની પોલીસ હિરાસતમાં મોકલી આપ્યા છે. આશ્રમમાં રોકાવાનો આગ્રહ ખારીજ થયા બાદ આસારામને આરએસી બટાલિયન પરિસરમાં પોલીસ હિરાસતમાં રાખવામાં આવ્યા છે.

asaram-bapu-jodhpur
આ પહેલા જોધપુર પોલીસ આયુક્ત બીજૂ જોર્જ જોસેફે પત્રકારોને કહ્યું કે, આસારામ વિરુદ્ધ મામલામાં કેટલાક મુદ્દા છે, જેના પણ હજુ પણ કામ કરવાની જરૂર છે.

જોસેફે કહ્યું કે, આસારામની ચિકિત્સીય તપાસ થઇ છે અને એવું નથી લાગતું કે તે અસ્વસ્થ છે. આસારામે દાવો કર્યો હતો કે તે 30 ઑગસ્ટ સુધી જોધપુર પોલીસ સમક્ષ હાજર થવાની સમય અવધીને પૂરી ના કરી શક્યા, કારણ કે તેમની સ્વાસ્થ્ય સ્થિતિ બગડી ગઇ હતી.

પોલીસ આયુક્તે કહ્યું કે આસારામે યૌન શોષણના આરોપોનો ઇન્કાર કર્યો છે. તેમણે આ સમાચારોનું ખંડન કર્યું કે, આસારામ અનશન પર છે અને તેમણે કંઇ જ ખાવા કે પીવાની ના પાડી દીધી છે. જોસેફે કહ્યું કે, તે ભોજન અને પાણી લઇ રહ્યાં છે.

English summary
Police said that Asaram Bapu is cooperating in the investigation process. Doctors have examined him and they say there is no evidence of him being unwell. We have asked doctors to conduct potency test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X