Video: આસારામના સમર્થકોએ જંતરમંતર પર મચાવ્યો હંગામો, કરી તોડફોડ
આસારામ ના સમર્થકોએ દિલ્હીના સંસદ માર્ગ પર જઈને ભયંકર હંગામો કર્યો અને તોડફોડ કરીને સરકારી સંપતિને પણ ખુબ જ ભારે માત્રામાં નુકસાન પહોચાડ્યું હતું. આસારામ ના સમર્થકોએ આસારામ બાપુ ને જેલથી બહાર કરવાની માંગ કરી હતી.
આસારામ ના સમર્થકોએ કરેલી તોડફોડ દરમિયાન પોલીસવાળાઓ સહીત ઘણા આસારામ ના સમર્થકો પણ ઘાયલ થયા છે. આ બધાને ઉપચાર માટે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દિલ્હીના જંતર મંતર પર આસારામના સમર્થકોએ બાપુની આઝાદીની માંગ કરી હતી. હજારોની સંખ્યામાં આસારામના સમર્થકો બેનરો અને પોસ્ટરો લઈને પહોચી ગયા હતા. તો એક નજર કરો જંતરમંતરની તોડફોડ દરમિયાનના વીડિયો પર....












Click it and Unblock the Notifications
