For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે આસારામે કહ્યું- હા, ફેરવ્યો હતો મે છોકરીના શરીર પર હાથ..

સગીરા પર બળાત્કાર કેસમાં જોધપુર જેલ સ્થિત સ્પેશિયલ કોર્ટે આધ્યાત્મિક ગુરુ આસારામને દોષી જાહેર કર્યા છે. તેમની સાથે અન્ય 3 લોકોને પણ દોષી જાહેર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

સગીરા પર બળાત્કાર કેસમાં જોધપુર જેલ સ્થિત સ્પેશિયલ કોર્ટે આધ્યાત્મિક ગુરુ આસારામને દોષી જાહેર કર્યા છે. તેમની સાથે અન્ય 3 લોકોને પણ દોષી જાહેર કર્યા છે. પ્રકાશ અને શિવાને નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યા છે. તમને જણાવી દઈએ કે આસારામ પર આરોપ હતો કે તેમણે ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં રહેતી સગીરા સાથે જોધપુર સ્થિત પોતાના મનઈ આશ્રમ પર આશ્રમ વર્ષ 2013 માં બળાત્કાર કર્યો હતો.

આસારામે કર્યુ હતુ સગીરાનું યૌન શોષણ

આસારામે કર્યુ હતુ સગીરાનું યૌન શોષણ

આ કેસે છેલ્લા 5 વર્ષોમાં લોકોને ઘણી વાર ચોંકાવી દીધા છે. વાત 2013 ની છે, જ્યારે પોલીસ આસારામની આ મામલે પૂછપરછ કરી રહી હતી ત્યારે તેણે પોલીસને ઘણી વિચિત્ર વાત કહી હતી.

હા, ફેરવ્યો હતો.. છોકરીના શરીર પર હાથ પરંતુ...

હા, ફેરવ્યો હતો.. છોકરીના શરીર પર હાથ પરંતુ...

તેણે રડતાં રડતા કહ્યું કે તેણે છોકરીને શાંતિ વાટિકામાં મંત્ર આપવા માટે બોલાવી હતી અને છોકરીના શરીર પર હાથ ફેરવ્યો હતો પરંતુ આવુ તેણે વાસનાના આવેગમાં નહિ પરંતુ સ્નેહ દર્શન માટે કર્યુ હતું. જેનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો. પૂછપરછમાં એ પણ ધ્યાનમાં આવ્યું કે આસારામને સંસ્કૃત આવડે છે પરંતુ અંગ્રેજી આવડતી નથી.

રાત્રે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી મંત્ર આપતો હતો છોકરીઓને...

રાત્રે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી મંત્ર આપતો હતો છોકરીઓને...

પોલીસના જણાવ્યા મુજબ આસારામે પૂછપરછમાં કબૂલ્યુ કે આશ્રમમાં લોકોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે એક ગુપ્તચર શાખા બનાવવામાં આવી છે અને તેની પાસે દંડાધારીઓની પણ ફોજ છે. જે છોકરીઓ તેને સમર્પિત થવા માટે તૈયાર નહોતી થતી તેને તે રાત્રે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી મંત્ર આપવા માટે બોલાવતો હતો.

પહેલા જપ્યું રામ-નામ પછી હસવા લાગ્યો આસારામ

પહેલા જપ્યું રામ-નામ પછી હસવા લાગ્યો આસારામ

તમને જણાવી દઈએ કે જજનો ચૂકાદો સાંભળતા જ આસારામનો ચહેરો ઉતરી ગયો, તે રામ નામના જાપ કરવા લાગ્યો અને ત્યારબાદ ખૂબ જ નાટકીય રીતે હસવા લાગ્યો પરંતુ પછી તેણે કહ્યું કે હું બુઢ્ઢો થઈ ગયો છું માટે મારા પર દયા કરવામાં આવે.

અમને ન્યાય મળ્યોઃ પીડિતાના પિતા

અમને ન્યાય મળ્યોઃ પીડિતાના પિતા

આ તરફ આ ચૂકાદા બાદ પીડિતાના પિતાએ કહ્યું કે મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ હતો કે ન્યાય મળશે જ અને આજે તે જ થયું. વિશ્વાસઘાત નહિ આસારામે કુઠારાઘાત કર્યો. અમે તેને સાચો સંત માનતા હતા પરંતુ જ્યારે મારી દીકરી સાથે આ ઘટના બની ત્યારે ખબર પડી કે આ તો સાધુના રુપમાં શૈતાન છે. હું આસારામના ભક્તોને કહેવા માંગુ છુ કે તે સંતના વેશમાં વરુ છે. તેનું આચરણ સંત જેવું બિલકુલ નથી. હવે કોર્ટે દોષી જાહેર કર્યા બાદ આ બાબતમાં કોઈ શંકા રહેતી નથી.

English summary
asaram bapu verdict godman found guilty rape read some important facts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X