હાઇકોર્ટે કહ્યું, આસારામ ને જેલમાં જ નિર્ણય સંભળાવવામાં આવશે

Posted By:
Subscribe to Oneindia News

આસારામ વિરુદ્ધ યૌન ઉત્પીડન મામલે 25 એપ્રિલે નિર્ણય સંભળાવવામાં આવશે. આ વચ્ચે રાજસ્થાન હાઇકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આસારામ મામલે સુનાવણી જોધપુર જેલમાં જ થશે. જેલમાં કોર્ટ લગાવવામાં આવશે અને આસારામ વિશે નિર્ણય સંભળાવવામાં આવશે. ખરેખર પોલીસે રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે નિર્ણય સમયે આસારામને કોર્ટમાં લાવવામાં પંચકુલા (રામ રહીમ મામલો) જેવી હાલત પેદા થઇ શકે છે. પોલીસની અરજી પર કોર્ટ ઘ્વારા નિર્ણય આપતા કહ્યું કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આસારામને જેલમાં રાખીને જ નિર્ણય સંભળાવવામાં આવશે.

asaram

યૌન ઉત્પીડન મામલે આસારામ વિરુદ્ધ સુનાવણી પહેલા પોલીસે અરજી દાખલ કરીને કહ્યું કે આસારામ ના સમર્થક મોટી સંખ્યામાં જોધપુર આવી શકે છે. આવી પરિસ્થિતિમાં આસારામને કોર્ટ લાવવામાં આવ્યા તો હાલત બગડી શકે છે. પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે જે રીતે ગુરમીત રામ રહીમ મામલે પંચકુલા સહીત કેટલીક જગ્યાઓ પર પરિસ્થિતિ બગડી હતી તેની આશંકા આસારામને કોર્ટ લઇ જતી વખતે થઇ શકે છે. આ બાબત ધ્યાનમાં રાખીને પોલીસે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

આ આખા મામલે રાજસ્થાન હાઇકોર્ટ ઘ્વારા સાફ જણાવી દેવામાં આવ્યું છે કે આસારામ મામલે જેલમાં જ નિર્ણય સંભળાવવામાં આવશે. આપણે જણાવી દઈએ કે આસારામ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં પીડિતાનો આરોપ છે કે તેને આસારામે જાનથી મારવાની ધમકી પણ આપી હતી. જો કે આસારામનું કહેવું છે કે આ તમામ આરોપો ખોટા છે. 25 એપ્રિલે આ મામલે નિર્ણય સંભળાવવામાં આવશે.

English summary
Asaram rape case verdict: The case be pronounced while keeping asaram in jail

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.