આસારામ આજે સમર્પણ નહીં કરે : પોલીસે 20 દિવસની મહોલત ફગાવી
ભોપાલ, 30 ઓગસ્ટ : આધ્યાત્મ ગુરુ આસારામ બાપુ પર આ મહિનાના પ્રારંભમાં જોધપુરની એક કિશોરી પર બળાત્કાર કરવાની ફરિયાદને પગલે આરોપ ઘડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના પર કાયદેસરની કાર્યવાહી કરતા જોધપુર પોલીસે તેમને સમય આપીને 30 ઓગસ્ટ સુધીમાં પોલીસ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. જો કે આજે અંતિમ દિવસે આસારામ બાપુ પોલીસ સમક્ષ હાજર થવાના નથી. આ અંગે આસારામના પુત્ર નારાયણ સાંઇએ જણાવ્યું છે કે બાપુની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ આજે સરેન્ડર કરવાના નથી.
72 વર્ષના આસારામ મધ્યપ્રદેશમાં તેમના આશ્રમમાં યોગ અને ધ્યાન શીખવે છે. આજે આસારામના સરેન્ડર નહીં થવા અંગે પોલીસનું કહેવું છે કે "આસારામ પાસે આજે રાતના 12 વાગ્યા સુધીનો સમય છે. જો તેઓ પૂરા થતા સમય સુધીમાં પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો પોલીસની ટીમ તેઓ જ્યાં હશે ત્યાં જઇને તેમની અટકાયત કરશે."

આ મુદ્દે એક વરિષ્ઠ પોલીસ અધિકારી અજય લાંબાએ એમ પણ જણાવ્યું કે "આસારામ બાપુની તબિયત લથડવાના ઘટનાક્રમ પહેલા તેમણે સરેન્ડર કરવા માટે 20 દિવસનો સમય માંગ્યો હતો. જો કે તેમની આ અરજીને નકારી દેવામાં આવી હતી." આ અગાઉ આસારામ બાપુના કાર્યાલયે તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.












Click it and Unblock the Notifications
