નારાયણ સાંઇ નેપાળ ભાગી ગયા હોવાની આશંકા, સુરત પોલેસ બિહાર રવાના
સુરત, 8 ઓક્ટોબર: યૌન શોષણના આરોપમાં જેલમાં બંધ આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઇ નેપાળ ભાગી ગયા હોવાન સમાચાર છે. પોલીસે તેમના તેમના પાસપોર્ટની ડિટેલ લઇ રહી છે. સમાચાર મુજબ નારાયણ સાંઇની શોધ માટે સુરત પોલીસ બિહાર રવાના થઇ ગઇ છે. નારાયણ સાંઇ વિરૂદ્ધ યૌન શોષણનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, ત્યારથી તે ફરાર છે.
નારાયણ સાંઇ વિરૂદ્ધ સોમવારે લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી હતી. આસારામ બાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ બે બહેનોએ યૌન શોષણની ફરિયાદ નોંધાવી છે. તેના એક દિવસ બાદ નારાયણ સાંઇ વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી હતી.
સુરત પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાને કહ્યું હતું કે આસારામના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે. રાકેશ અસ્થાનાએ કહ્યું હતું કે અમે ઇમિગ્રેશન અધિકારીઓને માહિતગાર કર્યા છે કે તેના વિરૂદ્ધ એક ગંભીર આરોપનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ (લુક આઉટ નોટિસ) એક મહત્વપૂર્ણ પગલું છે જેથી તે દેશની બહાર જઇ ન શકે. પોલીસ ટુકડીએ કેસની તપાસ શરૂ કરી દિધી છે તથા નારાયણ સાંઇને શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમને કહ્યું હતું કે પોલીસે કેટલાક એવા સ્થળોની ઓળખ કરી છે જ્યાં તે હોય શકે. ગઇકાલે અસ્થાનાએ કહ્યું હતું કે તે નારાયણ સાંઇને ફરિયાદ અંગે પૂછપરછ કરશે.

ઇમિગ્રેશન અધિકારીઓને માહિતગાર કર્યા
આસારામના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે. રાકેશ અસ્થાનાએ કહ્યું હતું કે અમે ઇમિગ્રેશન અધિકારીઓને માહિતગાર કર્યા છે કે તેના વિરૂદ્ધ એક ગંભીર આરોપનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

બે અલગ-અલગ કેસ દાખલ કર્યા
વિવાદાસ્પદ આસારામ તથા તેમના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ યૌન શોષણનો નવા કેસ દાખલ કરવામાં આવ્યા હતા જો કે બંને બહેનોએ તેમના વિરૂદ્ધ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આસારામ (75)ને કિશોર છોકરી સાથે બળાત્કાર ગુજારવાના આરોપમાં ઓગષ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદથી તે રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે. પોલીસે બળાત્કાર, યૌન શોષણ, ગેરકાયદેસર રીતે કબજામાં રાખવા તથા અન્ય આરોપોમાં આસારામ તથા નારાયણ સાંઇ વિરૂદ્ધ બે અલગ-અલગ કેસ દાખલ કર્યા છે.

ફરિયાદમાં શું છે આરોપ
નારાયણ સાંઇ વિરૂદ્ધ સૂરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે જ્યારે તેમના પિતા આસારામ વિરૂદ્ધ દાખલ કેસને અમદાવાદ સ્થળાંતરિત કરવામાં આવ્યો છે કારણ કે કથિત ઘટના ત્યાં બની હતી. મોટી બહેને પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે આસારામે 1997 થી 2006 દરમિયાન તેનું ઘણીવાર કહ્યું હતું કે તે જ્યારે સુરત આશ્રમમાં 2002 થી 2005 દરમિયાન રહેતી હતી ત્યારે તેની સાથે યૌન શોષણ કરવામાં આવ્યું હતું.

આસારામની કસ્ટડીની માંગ
કિશોરી સાથે યૌન શોષણનો આરોપ આસારામ હાલ જોધપુરની સેન્ટ્રલ જેલમાં બંધ છે. સુરત પોલીસ આસારામની કસ્ટડીની માંગ કરી શકે છે. આસારામ અને નારાયણ સાંઇ વિરૂદ્ધ ફરિયાદ લગભગ 6 વર્ષ બાદ દાખલ કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે આઇપીસી કલમ 120 બી, 376(2), 377, 342, 354, 257 અને 506(2) હેઠળ બે એફઆરઆઇ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર બંને બહેનો આસારામના આશ્રમમાં મેડિસન સેન્ટરમાં સેવિકા તરીકે કામ કરતી હતી.












Click it and Unblock the Notifications
