વધુ એક આરોપ: આસારામની દવાઓ બનાવી દે છે નપુસંક
નવી દિલ્હી, 5 ઓક્ટોબર: જાતિય સતામણીના કેસમાં જેલમાં બંધ કથાવાચક આસારામની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધતી જાય છે. આસારામના સેવાદારોએ તેમના પર કેટલા ગંભીર આરોપ લગાવ્યા છે. આસારામના પૂર્વ સેવાદાર શિવનાથે આરોપ લગાવ્યો છે કે આસારામ પોતાની દવાઓથી સેવાદારોને નપુંસક બનાવે છે. શિવનાથનું કહેવું કે દવા નપુંસક બનાવનાર એક પ્રકારની જડીબુટ્ટી છે.
બીજી તરફ આસારામના વધુ એક સેવાદાર અજય કુમારે પણ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં આસારામ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અજય કુમારે આરોપ લગાવ્યો હતો કે આસારામના આશ્રમોની એક અલગ જ દુનિયા હોય છે અને ત્યાં અલગ- અલગ પ્રકારની 'રમતો' રમવામાં આવે છે અને આ અંગે કોઇ અવાઝ ઉઠાવે છે તો તેનો અવાઝ દબાવી દેવામાં આવે છે.

અજય કુમારે કહ્યું હતું કે આસારામના આશ્રમમાં સ્વીમિંગ પૂલ હોય છે અને સ્વીમિંગ પૂલમાં આસારામ મહિલાઓ સાથે સ્નાન કરે છે. અજય કુમારે કહ્યું હતું કે તેમને એકવાર સ્વીમિંગ પૂલમાંથી બહાર આવતાં જોઇ હતી.
સેવાદાર અજય કુમારે આરોપ લગાવ્યો છે કે આસારામના પુત્ર નારાયણ સાંઇ પણ પોતાના પિતાની કાળી કરતૂતોના ભાગીદાર છે. જ્યારે આસારામના પૂર્વ સેવાદાર શિવનાથનો દાવો છે કે દવા આપે છે, તે એક પ્રકારની જડીબુટ્ટી હોય છે જે મનુષ્યને નપુંસક બનાવી દે છે. શિવનાથે જણાવ્યું હતું કે સેવાદારોને આ દવા ખાવા માટે મજબૂર કરવામાં આવે છે.
આસારામના સેવાદારો દ્વારા લગાવવામાં આવેલા આરોપોની પુષ્ટી ન કરતાં ખાનગી ચેનલે કહ્યું હતું કે વિવાદોમાં રહેનાર આસારામ પર આ ગંભીર આરોપ છે, જેની તપાસ થવી જોઇએ.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
