પ્રોટેક્શન માટે આશિષ નંદી સુપ્રિમ કોર્ટના દરવાજે

જયપુરમાં સાહિત્ય સંમ્મેલન ચર્ચા દરમિયાન વાત ભ્રષ્ટાચાર પર આવીને ઉભી રહી. દરમિયાન અન્ય સાહિત્યકારો અને પત્રકારો સાથે મંચ પર હાજર આશિષ નંદીએ જણાવ્યું હતું કે 'દેશમાં સૌથી વધારે ભ્રષ્ટાચારીઓ ઓબીસી અને અનુસુચિત જાતિના લોકોમાંથી આવે છે. સૌથી વધારે ભ્રષ્ટાચાર દલિતો કરી રહ્યા છે.'
આશિષ નંદીએ સમ્મેલનમાં સીધેસીધું કહી દીધું કે સૌથી વધારે ભ્રષ્ટાચારીઓ દલિત જાતિમાંથી આવે છે. નંદીના આવા નિવેદન બદલ જુદાજુદા રાજ્યોમાં તેમની સામે ઘણીબધી પોલીસ ફરિયાદો દાખલ થઇ ગઇ છે. જેમાથી રાહત મેળવવા માટે આશિષ નંદી સુપ્રિમ કોર્ટમાં અપિલ કરી છે. જો સુપ્રિમ કોર્ટ દ્વારા ફરિયાદ કેન્સલ કરવા મંજૂરી મળી જશે તો આશિષ નંદી માટે એ મોટી રાહત સાબિત થશે.
આશિષ નંદીએ ફેરવી તોળી માફી માંગી હતી
જોકે તેમના મતનો સખત વિરોધ થતા તેમણે પોતાના નિવેદનને ફેરવી તોળ્યું હતું અને જણાવ્યું હતું કે મારા મતને મારી મચેડીને રજૂ કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 'મે કહ્યું હતું કે દલિતો દ્વારા થતો ભ્રષ્ટાચાર સામે આવી જાય છે અને સવર્ણો દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર સામે નથી આવતો તેને દબાવી દેવામાં આવે છે. છતાં પણ મારા નિવેદનથી કોઇની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું.'












Click it and Unblock the Notifications
