Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

lakhimpur kheri violence case : આશિષ-અંકિતની બંદૂકથી થયું હતું ફાયરિંગ, FSL રિપોર્ટમાં ખુલાસો

લખીમપુર હિંસા કેસમાં ફોરેન્સિક લેબના રિપોર્ટમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા અને તેમના મિત્ર અંકિત દાસના લાઇસન્સધારકના બેલિસ્ટિક રિપોર્ટમાં ફાયરિંગની પુષ્ટિ થઈ છે.

lakhimpur kheri violence case : લખીમપુર હિંસા કેસમાં ફોરેન્સિક લેબના રિપોર્ટમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા અને તેમના મિત્ર અંકિત દાસના લાઇસન્સધારકના બેલિસ્ટિક રિપોર્ટમાં ફાયરિંગની પુષ્ટિ થઈ છે. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ટિકુનિયામાં હિંસા દરમિયાન લાયસન્સવાળા હથિયારોથી ફાયરિંગ પણ થયું હતું.

લખીમપુર પોલીસે અંકિત દાસની રિપીટર અને પિસ્તોલ અને આશિષ મિશ્રાની રાઈફલ અને રિવોલ્વર જપ્ત કરી છે. તમામ હથિયારોને 15 ઓક્ટોબરના રોજ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે, હિંસા દરમિયાન આશિષ અને અંકિતે અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

FSL રિપોર્ટમાં ફાયરિંગની પુષ્ટિ, આશિષ મિશ્રાની મુશ્કેલીઓ વધશે લખીમપુરમાં હિંસા દરમિયાન ખેડૂતોએ ભાજપના નેતાઓ પર ફાયરિંગનો આરોપ લગાવ્યો હતો. તપાસ માટે લખીમપુર પોલીસે અંકિત દાસની રિપીટર ગન, પિસ્તોલ અને આશિષ મિશ્રાની રાઈફલ અને રિવોલ્વર જપ્ત કરી હતી. ચારેય હથિયારોનો ફોરેન્સિક રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ફાયરિંગની પુષ્ટિ કરવામાં આવી છે.

જો કે, હજૂ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ફાયરિંગ રાઈફલથી થયું હતું કે રિવોલ્વરથી. હાલમાં ફોરેન્સિક લેબના રિપોર્ટ બાદ હવે આશિષ મિશ્રા અને અંકિત દાસની મુશ્કેલી વધી શકે છે. હાલ બંને જેલમાં છે.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના સ્ટેટસ રિપોર્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રિમ કોર્ટે સ્ટેટસ રિપોર્ટ પર ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, રિપોર્ટમાં વધુ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હોવાનું કહેવા સિવાય કંઈ જ નથી. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને હેમા કોહલીની બેચ આ કેસની સુનાવણી કરી રહી છે.

ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા વકીલ હરીશ સાલ્વેને સવાલ કરતા CJIએ કહ્યું કે, તમારા સ્ટેટસ રિપોર્ટમાં કંઈ નથી. તમને દસ દિવસનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કામ થયું નથી. હજૂ સુધી ન તો લેબ રિપોર્ટ આવ્યો છે કે ન તો આરોપીના સેલ ફોનની માહિતી મળી છે.

હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરશે

હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરશે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તપાસની ગતિ અમારી અપેક્ષા કરતા ઘણી ધીમી છે. અમને લાગે છે કે, હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવશે. જેઓ આ કેસનીતપાસની દૈનિક ધોરણે દેખરેખ કરશે. જેથી કેસમાં બાબતો સામે આવી શકે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે તપાસની દેખરેખ માટે અન્ય હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરીશું. બંને એફઆઈઆરની અલગ-અલગ તપાસ અને ચાર્જશીટ દાખલ કરવીજોઈએ. નિવૃત્ત ન્યાયાધીશને તેની દેખરેખ રાખવાની છૂટ હોવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે બે નિવૃત્ત ન્યાયાધીશોના નામ સૂચવ્યા છે, જસ્ટિસ રણજીત સિંહ, પંજાબ હરિયાણાહાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રાકેશ કુમાર. આ કેસની આગામી સુનાવણી શુક્રવારના રોજ એટલે કે 12 નવેમ્બરના રોજ થશે.

ગત સુનાવણી પર પણ યુપી સરકારને મળ્યો હતો ઠપકો

ગત સુનાવણી પર પણ યુપી સરકારને મળ્યો હતો ઠપકો

લખીમપુર ખેરીની ઘટનાની ગત સુનાવણી 26 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. તે સુનાવણીમાં પણ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશની કાર્યશૈલી પર નારાજગીવ્યક્ત કરી હતી, સાક્ષીઓના નિવેદનો નોંધવામાં વિલંબની વાત કરી અને તેને ઝડપી લેવા જણાવ્યું હતું.

એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે, ઘટના સમયે સેંકડો લોકોહાજર હતા ત્યારે માત્ર 23 સાક્ષીઓ કેમ છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ઘટનાના સાક્ષીઓને સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો હતો અને તેમનેસાક્ષીઓના નિવેદનો ઝડપથી નોંધવા જણાવ્યું હતું.

3 ઓક્ટોબરના રોજ બની હતી આ ઘટના

3 ઓક્ટોબરના રોજ બની હતી આ ઘટના

ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લાના ટિકુનિયા ગામમાં 3 ઓક્ટોબરના રોજ હિંસા અને આગચંપીમાં આઠ લોકો માર્યા ગયા હતા. જેમાં ચાર ખેડૂતો, એક પત્રકાર અનેઅન્ય ત્રણ ભાજપના કાર્યકર્તાનો સમાવેશ થાય છે.

લખીમપુર ખેરીના સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા પર આ કેસમાંહત્યાનો આરોપ છે. તેના પર ખેડૂતોને વાહન ચલાવીને મારવાનો આરોપ છે.

આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની પણ આરોપી છે. અત્યાર સુધીપોલીસે આશિષ મિશ્રા સહિત અનેક આરોપીઓની ધરપકડ કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X