Ashram Flyover reopen: આજથી દિલ્લીવાસીઓ માટે ખુલી રહ્યો છે આશ્રમ ફ્લાયઓવર, હવે મળશે ટ્રાફિકજામથી રાહત
દિલ્લી પોલીસ તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યુ છે કે આશ્રમ ફ્લાઈઓવર 6 માર્ચ, 2023ના રોજ 5 વાગે યાત્રીઓ માટે ખોલી દેવામાં આવશે. આ સાથે દિલ્લી ટ્રાફિક પોલીસ તરફથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

Ashram Flyover reopen: દિલ્લીના આશ્રમ ફ્લાયઓવરને આજે સાંજે 5 વાગે હળવા વાહનો માટે ખોલી દેવામાં આવશે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેનુ ઉદઘાટન કરશે. જો કે, ફ્લાઈઓવર પરથી ભારે વાહનો પસાર નહિ થઈ શકે. માહિતી મુજબ હજુ અમુક કાર્ય પૂરા થયા ન હોવાથી ભારે વાહનોને ફ્લાઈઓવર પર જવાની મંજૂરી નથી. એક મહિનામાં કામ પૂર્ણ થયા બાદ ભારે વાહનો પણ ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકશે.
આ ફ્લાઈઓવરની મદદથી લોકોને ટ્રાફિકજામથી રાહત મળશે. આશ્રમ ચોક અને ડીએનડી વચ્ચે ટ્રાફિક સિગ્નલથી લોકોને રાહત મળશે અને ગાડીઓની અવરજવર સુલભ થશે. તમને જણાવી દઈએ કે આ ફ્લાયઓવરનુ ઉદઘાટન 28 ફેબ્રુઆરીએ થવાનુ હતુ. પરંતુ કેટલાક કારણોસર તે મુલતવી રાખવામાં આવ્યુ હતુ. સીએમ કેજરીવાલે કહ્યુ હતુ કે કેટલાક કામ બાકી છે જે ત્રણ-ચાર દિવસમાં પૂરા કરવામાં આવશે, ત્યારબાદ તેને સામાન્ય લોકોને સમર્પિત કરવામાં આવશે. કેબિનેટ દ્વારા પ્રોજેક્ટને મંજૂરી આપ્યા બાદ ફ્લાયઓવરના વિસ્તરણનુ બાંધકામ જૂન 2020માં શરૂ થયુ હતુ. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 128.25 કરોડ હતો.
દિલ્લી પોલીસ તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યુ છે કે આશ્રમ ફ્લાઈઓવર 6 માર્ચ, 2023ના રોજ 5 વાગે યાત્રીઓ માટે ખોલી દેવામાં આવશે. આ સાથે દિલ્લી ટ્રાફિક પોલીસ તરફથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. રવિવારે સાંજે જાહેર કરાયેલ એડવાઈઝરીમાં લોકોને આશ્રમ ફ્લાયઓવર માટે બારાપુલ્લા ફ્લાયઓવરનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. આ ફ્લાયઓવર આજે સાંજે 5 વાગે ખુલશે, ત્યારબાદ દિલ્લીથી નોઈડા જનારા લોકોને ઘણી રાહત મળશે. આ ફ્લાયઓવર પર માત્ર હળવા વાહનોને જ મંજૂરી આપવામાં આવશે. ટ્રાફિક પોલીસ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ડીએનડીથી આવતા અને ગુરુગ્રામ, ચિરાગ દિલ્લી, કાલકાજી, ખાનપુર, ગ્રેટર કૈલાશ, સાકેત, એઈમ્સ, આઈએનએ અને સફદરજંગ તરફ જતા માત્ર હળવા વાહનોને આશ્રમ ફ્લાયઓવર પર જવાનુ રહેશે, બારાપુલ્લા ફ્લાયઓવર પર નહીં. લોકોને ટ્રાફિક પોલીસની સૂચનાઓનુ પાલન કરવા અપીલ કરવામાં આવી છે જેથી તેઓને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.
Traffic Advisory
— Delhi Traffic Police (@dtptraffic) March 5, 2023
Ashram Flyover is re-opening for the commuters on March 06, 2023 from 5:00 PM. Commuters using Barapulla Flyover are advised to follow the given instructions.#DPTrafficAdvisory pic.twitter.com/X3be8Chjk5
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
