For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video:આસામ ભૂકંપઃ PM મોદીએ CM સાથે કરી વાત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ - સ્થિતિ પર અમારી નજર

આસામમાં આજે સવારે ભયંકર ભૂકંપ આવ્યો ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ આસામના મુખ્યમંત્રી સાથે વાત કરી છે.

|
Google Oneindia Gujarati News

ગુવાહાટીઃ આસામમાં આજે સવારે ભયંકર ભૂકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 આંકવામાં આવી. રાજ્યના ઘણા વિસ્તારોમાં લોકોને ભૂકંપના ઝટકા અનુભવાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂકંપ વિશે કહ્યુ કે, 'રાજ્યના અમુક ભાગોમાં ભૂકંપ આવ્યો છે તેના વિશે મે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે વાત કરી છે. મે કેન્દ્રને દરેક સંભવ મદદનુ આશ્વાસન આપ્યુ છે. હું આસામના લોકોની સલામતી માટે પ્રાર્થના કરુ છુ.'

modi covid

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે ભૂકંપ બાદ રાજ્યના વિવિધ ભાગોમાં સ્થિતિનુ આકલન કરવા માટે મે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે વાત કરી છે. શાહે કહ્યુ કે, 'કેન્દ્ર સરકાર આસામના આપણા બહેનો અને ભાઈઓ સાથે મજબૂતીથી ઉભી છે. અમે બધાની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરી રહ્યા છે.'

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ટ્વિટ કર્યુ છે કે, 'આસામમાં ભૂકંપનો મોટો ઝટકો અનુભવાયો છે. હું દરેકના કુશળ મંગળ હોવાની કામના કરુ છુ. સાથે જ લોકોને અપીલ કરુ છુ કે તે સંપૂર્ણપણે એલર્ટ રહ્યા, હું અન્ય જિલ્લાઓમાંથી પણ અપડેટ લઈ રહ્યો છુ.'

ઝેરી દારુ પીવાથી 5 લોકોના મોત, અડધા ડઝનથી વધુ લોકો ગંભીરઝેરી દારુ પીવાથી 5 લોકોના મોત, અડધા ડઝનથી વધુ લોકો ગંભીર

તમને જણાવી દઈએ કે મંગળવારે હરિયાણાના રોહતકમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રોહતકમાં કાલે સાંજે 7 વાગીને 10 મિનિટે ભૂકંપ આવ્યો હતો. રિકર્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3 નોંધવામાં આવી હતી. જોકે અહીં પણ કોઈ પ્રકારના જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી.

English summary
Assam earthquake: PM Modi takl with CM Sarbanand Sonowal regarding the earthquake.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X