આસામમાં આજથી ચૂંટણી મોરચો સંભાળવા ઉતરશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, 4 દિવસમાં કરશે રેલીઓ
રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પાર્ટી ચૂંટણી પ્રચાર માટે આસામના બે દિવસીય પ્રવાસ પર છે.
દિસપુરઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પાર્ટી ચૂંટણી પ્રચાર માટે આસામના બે દિવસીય પ્રવાસ પર છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવનારી ચૂંટણી માટે અલગ અલગ દિવસે આસામનો પ્રવાસ કરશે. રાહુલ ગાંધી આજે એટલે કે શુક્રવારથી આસામના પ્રવાસે છે. રાહુલ ગાંધી 19 માર્ચ અને 20 માર્ચે આસામનો ચૂંટણી પ્રચાર કરશે. વળી, પ્રિયંકા ગાંધી વાડ્રા 21 અને 21 માર્ચે આસામનો પ્રવાસ કરશે. રાહુલ ગાંધી આજે સવારે લાહોલ ડિબ્રૂગઢમાં કૉલેજના છાત્રો સાથે વાતચીત કરશે. ત્યારબાદ રાહુલ ગાંધી પણિતોલા બ્લૉકના દિનાજૉયમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરશે. રાહુલ ગાંધીનો આસામમાં આ બીજો પ્રવાસ છે.

રાહુલ ગાંધી શુક્રવારે ડૂમ ડૂમો, તિનસુકિયા શહેરના મેદાનમાં એક જનસભાને સંબોધિત કરશે. વળી, 20 માર્ચે રાહુલ ગાંધી પૂર્વ આસામમાં એક રેલીને સંબોધિત કરશે. વળી, પ્રિયંકા ગાંધી 21 અને 22 માર્ચે આસામનો પ્રવાસ કરશે. જ્યાં તે 6 ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. પ્રિયંકા ગાંધી આસામના નાગાંવ, ગોલાઘાટ, જોરહાટ જિલ્લાઓમાં રેલીઓને સંબોધિત કરશે.
પ્રિયંકા ગાંધી પણ આસામના ગુવાહાટીમાં કામાખ્યા દેવી મંદિરમાં પૂજા-અર્ચના કરવા આવી ચૂક્યા છે. એ દરમિયાન પ્રિયંકાએ લખીમપુરમાં ચાય જનજાતિના કલાકારો સાથે ઝુમૂર નૃત્ય પણ કર્યુ હતુ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આસામમાં વિધાનસભા ચૂંટણી 27 માર્ચથી શરૂ થવાની છે. આસામમાં ચૂંટણી ત્રણ તબક્કામાં થશે. મત ગણતરી 2મેના રોજ થશે.












Click it and Unblock the Notifications
