અસમને મોદી પાસે ઘણી આશાઓ: તરૂણ ગોગોઇ
ગુવાહાટી, 17 મે: અસમના મુખ્યમંત્રી તરૂણ ગોગોઇએ આજે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં મળેલી ભારે સફળતા પર શુભેચ્છા આપી અને જણાવ્યું કે મોદી પાસે રાજ્યને ઘણી આશા અને અપેક્ષાઓ છે.
ગોગોઇએ એક પત્રકાર સમ્મેલનમાં જણાવ્યું હું નરેન્દ્ર મોદીને હાર્દિક અભિનંદન આપું છું. મને આશા છે કે તેમના નેતૃત્વમાં દેશ નવી ઊંચાઇને પામશે. તેમણે જણાવ્યું કે રાજ્યના લોકોને મોદી પાસે આશા છે કે તેઓ પ્રદેશ માટે નવી પરિયોજનાઓ અને વિશેષ રીતે અમારી ખાદ્ય સમસ્યાઓ અને દૂરસંચાર બાધાઓને દૂર કરશે.

આવી જ રીતે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપે છે, કારણ કે રાજ્યમાં તેમના નેતૃત્વમાં પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં ભારે નુકસાન થયું છે જેની નૈતિક જવાદારી સ્વીકારીને તેઓ રાજીનામું આપી રહ્યા છે. સાથે સાથે તેમણે પણ એવું કહ્યું હતું કે મોદીને જનતાએ સ્વીકાર્યા છે. માટે એવી આશા છે કે તેમણે બિહારની જનતાને જેટલા વચનો આપ્યા છે તેને પૂરા કરશે.












Click it and Unblock the Notifications
