આસામ NRC પ્રાધિકરણ નાગરિકતા મુદ્દાને લઈ સુપ્રીમ કોર્ટ ગયું
આસામ NRC પ્રાધિકરણ નાગરિકતા મુદ્દાને લઈ સુપ્રીમ કોર્ટ ગયું
આસામમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) પ્રાધિકરણે 31 ઓગસ્ટ 2019ના રોજ પ્રકાશિત એનઆરસી ડ્રાફ્ટમાં અનિયમિતતા વર્તાઈ હોવાનો હવાલો આપતાં તેના વ્યાપક અને સમયબદ્ધ પુનઃ સત્યાપનની માંગને લઈ ગુરુવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આસામમાં સુપરીમ કોર્ટના પ્રદેશ સમન્વય હિતેશ દેવ શર્માએ પણ એનઆરસી ડ્રાફ્ટમાં સંશોદન ઉપરાંત આસામના મતદાતા સુચીથી બિનકાયદેસર મતદાતાઓના નામ હટાવવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપે બીજીવાર સત્તા સંભાળતાં જ નવા મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેમની સરકાર એનઆરસી પર કરેલા વચન મુજબ આગળ વધશે, જે અંતર્ગત રાજ્યના સીમાવર્તી જિલ્લામાં 20 ટકા અને બીજા વિસ્તારોમાં 10 ટકા લોકોના ફરીથી વેરિફિકેશન કરાવવા માંગે છે. પરંતુ હવે માલૂમ પડ્યું કે તેમના કહેવા પહેલા આ અરજી સુપ્રીમ કોર્ટમાં આપી દેવાઈ છે.

આસામમાંથી બાકાત કરાયેલા 19 લાખ લોકો કોણ છે, અને હવે તેમનું શું થશે?
શનિવારે આસામના નેશનલ રજીસ્ટર ઑફ સિટિઝન્સની ફાઈનલ યાદી જાહેર કરી દેવામાં આવી છે જેમાંથી 19 લાખ અરજદારોના નામ બાકાત કરી મૂકવામાં આવ્યા છે. NRCમાં સામેલ થવા માટે 3.30 કરોડ લોકોએ અરજી કરી હતી. આ અરજદારો કોણ છે? જાણો...

આને અપડેટેડ NRC શા માટે કહેવાય છે?
બાંગ્લાદેશ (અગાઉ પૂર્વ બાંગ્લાદેશ અને ત્યારબાદ પૂર્વ પાકિસ્તાન)થી દાયકાઓ પહેલાં સ્થળાંતરના સાક્ષીઓ માટે આસામમાં પહેલેથી જ એક એનઆરે્સી છે, જે 1951માં તે વર્ષની વસ્તી ગણતરીના આધારે પબ્લિશ કરવામાં આવી હતી. આવા દસ્તાવેજ સાથેનું આસામ એકમાત્ર રાજ્ય છે, હાલ આસામ પોતાના નાગરિકોને ઓળખવા માટે એનઆરસી અપડેટ કરી રહ્યું છે.
સુપ્રિમ કોર્ટ દ્વારા ફરજિયાત અને મોનિટર થયેલ અપડેટ 1985ના આસામ કરારનું પરિણામ છે, જે સિટીઝનશિપ માટે 24 માર્ચ 1971ની કટઑફ તારીખ તારીકે નિર્ધારિત કરેલ છે. આ તારીખ પહેલાં આસામમાં પ્રવેશ કરનારાઓને નાગરિક તરીકે માન્યતા આપવામાં આવે છે.

શું ગયા વર્ષે એનઆરસી અપડેટ નહોતું થયું?
જુલાઈ 2018માં ડ્રાફ્ટ પબ્લિશ થયો હતો. એ યાદીમાં 2.89 કરોડ રહેવાસીઓને ભારતીય નાગરિક તરીકે સામેલ કરવામાં આવ્યા હતા જ્યારે 40 લાખ લોકોને બાકાત રાખવામાં આવ્યા છે. જે લોકોને બાકાત રાખવામાં આવ્યા તેમને આ યાદીમાં સામેલ થવા માટે દાવો રજૂ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો.
આ દરમ્યાન નાગરિકોને પણ જો કોઈ લોકો ખોટી રીતે એનઆરસીમાં સામેલ થયા હોવાનું લાગતું હોય તો તેમની સામે વાંધા અરજી ઉઠાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. 1 લાખ વ્યક્તિઓ સાથે, જેમને મૂળ રીતે એનઆરસી ડ્રાફ્ટમાં શામેલ કરવામાં આવ્યા હતા પરંતુ પછીથી તેઓ પાત્ર જણાયા હતા. શનિવારનું એનઆરસી આ બાકાત અને સામેલનું પરિણામ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
