For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમંત બિસ્વાએ NRC સૂચી પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- આસામ સરકાર SCનો દરવાજો ખખડાવશે

હિમંત બિસ્વાએ NRC સૂચી પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- આસામ સરકાર SCનો દરવાજો ખખડાવશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આસામમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝને શનિવારે પોતાની અંતિમ સૂચી જાહેર કરી દીધી છે. પરંતુ આ યાદીને લઈ ભાજપ અને રાજ્ય સરકાર ખુશ નથી જણાઈ રહી. કેમ કે આસામમાં ભાજપી નેતા હિમંત બિસ્વાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભાજપ અને રાજ્ય સરકાર હવે સીમાવર્તી જિલ્લામાં એનઆરસીના પુનઃ સત્યાપન માટે ફરીથી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશે.

himant biswa

જણાવી દઈએ કે ભાજપ, જે દશકોથી એનઆરશીની વકાલત કરતું રહ્યું છે. હવે અંતિમ યાદી જાહેર થવા પર ભાજપના વરિષ્ઠ નેતા અને આસામના નાણામંત્રી હિમંત બિસ્વા સરમાએ 19 લાખથી વધુ લોકો બહાર રાખતી આ અંતિમ સૂચીને અયોગ્ય ઠહેરાવી છે. તેમણે કહ્યું કે આનાથી કોઈપણ ગેરકાયદેસર પ્રવાસીને બહાર રાખવો જોઈએ. તેમણે કહ્યું કે પાર્ટીની લડાઈ કોઈપણ વિદેશી વ્યક્તિને બહાર કરવાની છી. જે ચાલુ રહેશે. હિમંત બિસ્વાએ કહ્યું કે ભાજપ અને રાજ્ય સરકાર હવે સીમાવર્તી જિલ્લામાં નાગરિકતાના રિવેરિફિકેશન માટે ફરીથી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે. જણાવી દઈએ કે આસામ એનઆરસીની અંતિમ યાદીમાં 19,06,657 લોકો યાદીથી બહાર થઈ ગયા છે. જેમાં કુલ 3.11 કરોડ લોકો સામે કરવામાં આવ્યા છે. જો કે જે લોકો આનાથી સંતુષ્ટ નથી તેઓ ફૉરેનર્સ ટ્રિબ્યૂનલ સામે અપીલ દાખલ કરી શકે છે. એનઆરસીના સ્ટેટ કૉર્ડિનેટર પ્રતીક હઝેલાએ જણાવ્યું કે 3 કરોડ 11 લાખ 21 હજાર લોકોને એનઆરસીની ફાઈનલ લિસ્ટમાં જગ્યા મળી છે.

બિસ્વાએ કહ્યું કે એનઆરસીએ 1971માં જાહેર કરવામાં આવેલ શરણાર્થી પ્રમાણપંત્રને ધ્યાનમાં ન લીધું. ભાજપી નેતા બિસ્વાએ કહ્યું કે સરકારે પહેલા આસામમાં 40 લાખ લોકોને વિદેશી ઘોષિત કર્યા હતા. જે સંસદમાં એક જવાબના રૂપમાં પણ સામે આવ્યું હતું પરંતુ આસામના લોકો ખુશ નથી કેમ કે એનઆરસીથી બહાર રહેનાર લોકોની સંખ્યા અપેક્ષાથી ઘણી ઓછી છે. જ્યારે તેની સંખ્યા હજુ વધુ હોવી જોઈએ.

બેંકિંગ સેક્ટર માટે અરુણ જેટલીના આ બ્લૂપ્રિંટ સાથે આગળ વધી મોદી સરકારબેંકિંગ સેક્ટર માટે અરુણ જેટલીના આ બ્લૂપ્રિંટ સાથે આગળ વધી મોદી સરકાર

English summary
Assam NRC: bjp leader from assam himant biswa raised question on NRC list, says we will go to supreme court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X