Assembly Election Result 2023 : જાણો 11 વાગ્યા સુધીના તમામ રાજ્યોના ટ્રેન્ડ, કઈ પાર્ટીને કેટલી સીટ?
છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણામાં મતગણતરી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ચિત્ર સાફ થઈ રહ્યું છે.
પ્રારંભિક વલણોની વાત કરીએ તો, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં બીજેપી, તેલંગાણામાં કોંગ્રેસ અને છત્તીસગઢમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બીજેપી રાજસ્થાનમ અને મધ્ય પ્રદેશમાં સારૂ પ્રદર્શન કરી રહી છે.

11 વાગ્યા સુધીનો ટ્રેન્ડ
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બીજેપીની સરકાર બનશે તેવું લાગી રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં ભાજપ 154 સીટો પર આગળ છે. કોંગ્રેસ 75 બેઠકો પર આગળ છે. રાજસ્થાનની વાત કરીએ તો ભાજપ 107 સીટો સાથે આગળ છે. કોંગ્રેસ 75 સીટો પર આગળ છે.
છત્તીસગઢની 90 સીટો પર મોટી ઉથલપાથલ થઈ છે અને અહીં ભાજપે કોંગ્રેસને પાછળ છોડીને બહુમતીના આંકને સ્પર્શ કર્યો છે. ભાજપ 55 બેઠકો પર આગળ છે. તો કોંગ્રેસ 33 સીટો પર આગળ છે.
વલણોમાં કોંગ્રેસ તેલંગાણામાં બહુમતી મેળવી છે અને 65 બેઠકો પર આગળ છે. તે જ સમયે, સત્તાધારી પક્ષ BRS 40 બેઠકો પર પોતાની લીડ જાળવી રાખી છે. અહીં ભાજપ 9 બેઠકો પર આગળ છે.












Click it and Unblock the Notifications
