For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના વિધાનસભા ચૂંટણીના રુઝાનો આવતા તેના પર પ્રતિક્રિયા આપતા પંજાબના મંત્રી નવજોત સિંહ સિધુએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું આગમન નજીક છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના વિધાનસભા ચૂંટણીના રુઝાનો આવતા તેના પર પ્રતિક્રિયા આપતા પંજાબના મંત્રી નવજોત સિંહ સિધુએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું આગમન નજીક છે. સિદ્ધુએ કહ્યું કે સત્તાથી ભાજપનું પતન શરુ થઇ ચૂક્યું છે. તેમને કહ્યું કે લોકતંત્રમાં લોકો પાસે નિર્ણય લેવાની શક્તિ છે. તેમનો અવાઝ ભગવાનનો અવાઝ છે અને તેને ભાજપમાં ખલબલી મચાવી છે. જનતાએ રાહુલ ગાંધીને નવા બાહુબલી જાહેર કર્યા છે.

આ પણ વાંચો: આજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ

રાહુલ ગાંધી આવી રહ્યા છે

રાહુલ ગાંધી આવી રહ્યા છે

ઇન્ડિયા ટુડે સાથે ખાસ વાતચીતમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે રાહુલ ગાંધી આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધુએ વર્ષ 2017 દરમિયાન ભાજપ છોડ્યું હતું. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે રાહુલ ગાંધીએ નવી ઉંચાઈ પહોંચાડી છે, તેઓ અમારી જડ છે. આજના સમયના તેઓ શીર્ષ નેતા છે હિન્દી ભાષી રાજ્યમાં ભાજપની હાર પર નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે આ ભાજપના અહંકારનું પરિણામ છે.

માનવતાની મુરત રાહુલ ગાંધી

ભાજપ છોડીને કોંગ્રેસમાં શામિલ થનાર પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ ભાજપ પર પ્રહાર કરવાની સાથે સાથે રાહુલ ગાંધીના વખાણ પણ કર્યા. તેમને કહ્યું કે રાહુલ ગાંધી માનવતાની મુરત છે. તેઓ હંમેશાં લોકોને સાથે લઈને ચાલે છે, તેઓ એક મજબૂત નેતા છે.

શુ બોલ્યા સચિન પાયલોટ

સીએમ બનવાના સવાલ પર સચિન પાયલોટે કહ્યું કે પાર્ટીના બધા જ લોકોએ મહેનત કરી છે. હું કોંગ્રેસ નેતાઓનો આભાર માન્યો જેમને પાર્ટી માટે કામ કર્યું. તેમને કહ્યું કે આ બધાનો શ્રેય કોંગ્રેસના કાર્યકર્તાઓને જાય છે. જનતાએ કોંગ્રેસ પર વિશ્વાસ કર્યો છે. પાંચ રાજ્યોના શરૂઆતી રુઝાનો પર નજર કરવામાં આવે તો કોંગ્રેસ માટે રાહતના સમાચાર છે. પાંચમાંથી ત્રણ રાજ્યમાં કોંગ્રેસ સત્તાની નજીક છે. સીએમ બનવાના સવાલ પર સચિન પાયલોટે કહ્યું કે કોને મુખ્યમંત્રી બનાવવા તેના માટે પાર્ટી નક્કી કરશે.

English summary
assembly election results 2018: Rahul Gandhi is the new Bahubali, says Navjot Sidhu on election results
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X