For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશેષ રણનીતિ હેઠળ ભાજપ હાઈકમાન્ડે પોતાના ત્રણે સીએમને આપ્યા ફ્રી હેન્ડ

આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રમાં સત્તા સંભાળી રહેલ ભારતીય જનતા પાર્ટી પોતાના ત્રણે ગઢ બચાવવા ઈચ્છે છે. આ જ કારણ છે કે ત્રણે રાજ્યો માટે પાર્ટી તરફથી ખાસ રણનીતિ બનાવવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને જોતા રાજકારણ ગરમાઈ રહ્યુ છે. ત્રણે રાજ્યોમાં ભાજપની સરકાર છે. પાર્ટીની કોશિશ એ છે કે આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રમાં સત્તા સંભાળી રહેલ ભારતીય જનતા પાર્ટી પોતાના ત્રણે ગઢ બચાવવા ઈચ્છે છે. આ જ કારણ છે કે ત્રણે રાજ્યો માટે પાર્ટી તરફથી ખાસ રણનીતિ બનાવવામાં આવી છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ ત્રણે રાજ્યોમાં પાર્ટી તરફથી મુખ્ય રણનીતિકાર બીજુ કોઈ નહિ પરંતુ ત્રણે રાજ્યોના મુખ્યમંત્રી રહ્યા. ભલે તે મધ્યપ્રદેશ હોય કે છત્તીસગઢ કે પછી રાજસ્થાન, જે રીતે ટિકિટોની વહેંચણી થઈ, તેમાં ભાજપ હાઈકમાન્ડની ઉપસ્થિતિ તો જરૂર રહી પરંતુ મહત્વ ત્રણે રાજ્યોના મુખ્યમંત્રીને આપવામાં આવ્યુ. 2014 બાદથી દેશમાં થયેલી મોટાભાગની ચૂંટણીઓમાં ભાજપ તરફથી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પ્રતિનિધિત્વ પક્ષને મળ્યુ. જો કે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં તેના પર આ નિર્ભરતા એક રીતે ઓછી થતી જોવા મળી છે.

આ પણ વાંચોઃ યુએસની એક યુનિવર્સિટીમાં ભારતીય છાત્રોનો નોકરોની જેમ ઉપયોગ કરતો ભારતીય પ્રોફેસરઆ પણ વાંચોઃ યુએસની એક યુનિવર્સિટીમાં ભારતીય છાત્રોનો નોકરોની જેમ ઉપયોગ કરતો ભારતીય પ્રોફેસર

એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મુખ્યમંત્રીઓએ સંભાળી કમાન

એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મુખ્યમંત્રીઓએ સંભાળી કમાન

તમને થોડી નવાઈ જરૂર લાગશે પરંતુ મધ્ય પ્રદેશ. છત્તીસગઢા અને રાજસ્થાનમાં જે રીતે ચૂંટણી રણનીતિ તૈયાર કરવામાં આવી અને ત્રણે રાજ્યોના મુખ્યમંત્રીઓને ખાસ મહત્વ આપવામાં આવ્યુ તેની પાછળ પક્ષના હાઈ કમાન્ડની સમજી વિચારેલી રણનીતિ છે. જો મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીં ભાજપ 15 વર્ષથી સતત સત્તામાં છે. એવામાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સરકાર ભલે સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહી હોય તેમછતાં પક્ષે તેમની ચૂંટણી રણનીતિ પર પૂરો ભરોસો વ્યક્ત કર્યો છે. જો કે ચૂંટણી પહેલા એવા સમાચાર હતા કે કેન્દ્રીય હાઈ કમાન્ડ તેમનાથી નારાજ છે પરંતુ ચૂંટણીમાં થયેલ ટિકિટ વિતરણ પરથી સ્પષ્ટ થઈ ગયુ કે તેમની કદાવર ઈમેજ પર પૂરો ભરોસો છે. આ જ કારણ છે કે ચૂંટણીમાં તેમને ફ્રી હેન્ડ આપવામાં આવ્યા છે.

મધ્ય પ્રદેશમાં શિવરાજ તો છત્તીસગઢમાં રમણ સિંહને મળ્યા ફ્રી હેન્ડ

મધ્ય પ્રદેશમાં શિવરાજ તો છત્તીસગઢમાં રમણ સિંહને મળ્યા ફ્રી હેન્ડ

આ જ પરિસ્થિતિ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી છે. અહીં પણ રમણ સિંહના નેતૃત્વમાં પાર્ટી છેલ્લા 15 વર્ષોથી સરકારમાં છે. એવામાં ભાજપ હાઈ કમાન્ડે રમણ સિંહ પર ભરોસો વ્યક્ત કર્યો અને ચૂંટણી રણનીતિ તૈયાર કરવા માટે તેમને પૂરેપૂરી છૂટ આપી છે. ભલે તે ટિકિટ વિતરણ હોય કે પછી સ્થાનિક સ્તર પર ચૂંટણી ગઠબંધન, દરેક સ્થિતિમાં પાર્ટીએ રમણ સિંહ સાથે સહયોગ કર્યો. કુલ મળીને મધ્ય પ્રદેશસ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓએ આ દરમિયાન હાઈ કમાન્ડનો ભરોસો જીતવામાં સફળતા મેળવી છે. જો કે રાજસ્થાનની વાત કરીએ તો અહીં સમીકરણ બદલાયેલા છે.

રાજસ્થાનમાં વસુંધરા રાજેએ સંભાળી જવાબદારી

રાજસ્થાનમાં વસુંધરા રાજેએ સંભાળી જવાબદારી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજસ્થાનમાં વસુંધરા રાજેની સ્થિતિ આ ચૂંટણીમાં ઘણી નબળી બતાવવામાં આવી રહી છે. આ જ કારણ છે કે પક્ષના હાઈ કમાન્ડ અને ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે યોજના બનાવી કે તે રાજ્યમાં ચૂંટણી રણનીતિનું પ્રતિનિધિત્વ કરે. જો કે સમાચારો મુજબ રાજસ્થાનના મુખ્યમંત્રા વસુંધરા રાજે સામે આવી ગયા છે. સૂત્રો મુજબ તેમણે અલગ જ અભિપ્રાય દર્શાવીને પોતાના હિસાબથી ચૂંટણી રણનીતિને આગળ વધારી. કોંગ્રેસના પોતાના પ્રદેશ અધ્યક્ષ સચીન પાયલટે વસુંધરા રાજેના આ અંદાજનો ઉલ્લેખ પોતાના એક નિવેનમાં કર્યો છે. જો કે આ સમગ્ર ઘટનાક્રમથી વસુંધરા રાજેની ઈમેજ જરૂર મજબૂત થઈ છે.

કેટલી સફળ થશે ભાજપની આ ચૂંટણી રણનીતિ?

કેટલી સફળ થશે ભાજપની આ ચૂંટણી રણનીતિ?

હાલમાં ત્રણે રાજ્યોમાં જે રીતે મુખ્યમંત્રીઓએ પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવી તેનાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પાર્ટીની નિર્ભરતા જરૂર ઓછી થઈ છે. આ પહેલાની ચૂંટણી પર નજર નાખીએ તો ભલે યુપીની વિધાનસભા ચૂંટણી હોય કે પછી ગુજરાતની ચૂંટણી હોય બધી જગ્યાએ મોદી-શાહની જોડીએ ચૂંટણી ગણિત બેસાડ્યુ અને પરિણામો પાર્ટીના હકમાં આવ્યા. આમાં મહારાષ્ટ્ર, ઝારખંડ, ત્રિપુરા, મણિપુર સહિત ઘણા રાજ્યોમાં ભાજપે સરકાર બનાવવામાં સફળતા મેળવી. આ બધી જીતનો શ્રેય મોદી-શાહની જોડીને આપવામાં આવ્યો. જો કે હવે 2019થી પહેલા મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ ભાજપ પોતાની પકડ મજબૂત બનાવવા ઈચ્છે છે. આ જ કારણ છે કે અહીં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઘણી રેલીઓ કરશે.

આ પણ વાંચોઃ ભીમ આર્મીમાં થઈ બગાવત, ચંદ્રશેખર ઉપર લાગ્યા આ ગંભીર આરોપોઆ પણ વાંચોઃ ભીમ આર્મીમાં થઈ બગાવત, ચંદ્રશેખર ઉપર લાગ્યા આ ગંભીર આરોપો

English summary
Assembly Elections 2018: Three strong sitting Chief Ministers give new twist to BJP strategy Amit shah.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X