અમેરિકાના નવા પરીક્ષણોમાં આવ્યુ સામે, એસ્ટ્રાજેનેકા કોવિડ-19 વેક્સીન 76% પ્રભાવી

એસ્ટ્રાજેનેકા ફાર્માસ્યુટીકલ કંપનીએ કહ્યુ છે કે તેની એસ્ટ્રાજેનેકા વેક્સીન કોરોના વાયરસ પ્રત્યે 76% પ્રભાવી છે.

નવી દિલ્લીઃ એસ્ટ્રાજેનેકા ફાર્માસ્યુટીકલ કંપનીએ અમેરિકામાં તેની વેક્સીન માટે કરવામાં આવેલ એક નવી ટ્રાયલના આધારનો હવાલો આપીને કહ્યુ છે કે તેની એસ્ટ્રાજેનેકા વેક્સીન કોરોના વાયરસ પ્રત્યે 76% પ્રભાવી છે. જ્યારે એસ્ટ્રાજેનેકાના મુકાબલે ફાઈઝર/બાયોટેક અને મૉડર્નાની વેક્સીન 95% સુધી પ્રભાવી છે. આ પહેલા એસ્ટ્રાજેનેકા વેક્સીનને કોવિડ-19 પર 79% પ્રભાવી ગણાવવા અંગે અમેરિકી આરોગ્ય અધિકારીઓએ કંપનીને એમ કહીને ઝાટકી હતી કે તે પોતાની વેક્સીનને 79% પ્રભાવી બતાવવા માટે જૂની માહિતીનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારબાદ કંપનીએ પોતાની વેક્સીનની પ્રભાવશીલતાની પુનઃતપાસ માટે મજબૂર થવુ પડ્યુ.

AstraZeneca

જો કે યુએસ ટ્રાયલના આ ડેટાનુ સ્વતંત્ર શોધકર્તા કે નિયામક દ્વારા ચકાસણી કરવાની બાકી છે. આ ટ્રાયલમાં સંયુક્ત રાજ્ય અમેરિકા, ચિલી પેરુના 190 સંક્રમણ અને 32,449 લોકોને શામેલ કરવામાં આવ્યા હતા. પહેલાના અંતરિમ ડેટા 17 ફેબ્રુઆરીએ 141 સંક્રમણો પર આધારિત હતા. ફાઈઝર/બાયોટેક અને મૉડર્નાના મુકાબલે ઓછી પ્રભાવી હોવા છતાં એસ્ટ્રાજેનેકા વેક્સીનને કોરોના વાયરસ સામે લડવામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

હાલમાં વિશ્વભરમાં વેક્સીનનો પૂરવઠો સીમિત છે સાથે જ અન્ય વેક્સીનની તુલનામાં આનુ પરિવહન સરળ અને સસ્તુ છે માટે એસ્ટ્રાજેનેકા વેક્સીનને મહત્વપૂર્વ માનવામાં આવી રહી છે. હાલમાં આ વેક્સીનના ઉપયોગને 70 દેશોમાં ઈમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ કરવાની મંજૂરી મળી ચૂકી છે. હાલમાં અમુક દેશોએ વેક્સીન લગાવ્યા બાદ લોહી જામવા જેવી ફરિયાદો સામે આવ્યાબાદ આના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો પરંતુ બાદમાં તેના ઉપયોગને ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X