For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટેશન પર વૃદ્ધના સમોસામાં ગરોળી નીકળી, જાંચ થઇ તો...

ઘણી વખત કોઈ સરકાર અથવા ખાનગી ફૂડ આઉટલેટ પર ઘણી અજીબ વસ્તુઓ જોવા મળે છે. ક્યારેક ગરોળી, ક્યારેક ઉંદર, અને ક્યારેક વંદો.

|
Google Oneindia Gujarati News

ઘણી વખત કોઈ સરકાર અથવા ખાનગી ફૂડ આઉટલેટ પર ઘણી અજીબ વસ્તુઓ જોવા મળે છે. ક્યારેક ગરોળી, ક્યારેક ઉંદર, અને ક્યારેક વંદો. આવા કિસ્સાઓમાં આઉટલેટ અને કંપનીની ઘણી આલોચના પણ થાય છે. આવા એક કેસમાં આવ્યું જ્યારે જબલપુર રેલવે સ્ટેશનના સુરેન્દ્ર પાલ નામના એક વ્યક્તિએ સરકારી સ્ટોલમાંથી સમોસા ખરીદ્ય અને તેમાં એક મરેલી ગરોળી મળી આવી. જયારે તેને ફરિયાદ કરી ત્યારે હલચલ મચી ગઈ પરંતુ આ વખતે આરોપ લગાવી રહેલા વ્યક્તિ વિશે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે સમોસામાં ગરોળી નહીં પરંતુ દાળમાં કંઈક કાળું હતું.

સિનિયર ડીસીએમ ને શંકા ગઈ

સિનિયર ડીસીએમ ને શંકા ગઈ

વરિષ્ઠ ડીસીએમ બસંત કુમાર શર્મા સામે જ્યારે આ બાબત સામે આવી, ત્યારે તેમને સમજાયું કે તેમને આવો જ કેસ પહેલા જોયો હતો. તેઓએ તરત જ રેલ્વે સ્ટેશનને જાણ જ્યાં આ બબાલ મચી હતી. શર્માએ જણાવ્યું કે તેમને યાદ છે કે આજ વ્યક્તિએ થોડા સમય પહેલા ગુંટકલ રેલવે સ્ટેશન પર બિરયાનીમાં ગરોળી મળવાનો દાવો કર્યો હતો અને હવે તેને સમોસામાં ગરોળી મળવાનો દાવો કર્યો છે. ત્યારપછી તેને કબૂલ પણ કર્યું કે તેને એક માછલીની મદદથી આ ટ્રિકને અંઝામ આપ્યો.

મફતમાં ખાવામાં ટ્રીક કરતા હતા

ગુંટકલ સ્ટેશનના બિરયાની કેસમાં, આ માણસ વિશે તપાસ કરવામાં આવી ત્યારે તેનો એક વિડિયો સામે આવ્યો, જેમાં તેણે કહ્યું હતું કે, "મેં ભૂલ કરી છે, હું એક વૃદ્ધ માણસ છું અને હું માનસિક રીતે બીમાર છું, મારે બ્લડ કેન્સર પણ છે." મહેરબાની કરીને મને જવા દો પંજાબમાં આયુર્વેદિક દવા છે. હું માનસિક બિમારીને સુધારવા માટે એક પ્રકારની માછલી ખાઉં છું. ' હવે આ વાત કેટલી સાચી છે તેના વિશે કઈ ના કહી શકાય. આ વ્યક્તિ મફતમાં ખાવાનું ખાવા આવું કરતો હતો.

ફરિયાદોને કારણે 1.5 કરોડનો દંડ પણ લાગી ચુક્યો છે

ફરિયાદોને કારણે 1.5 કરોડનો દંડ પણ લાગી ચુક્યો છે

જો તમે ઓકટોબરના અંત સુધીમાં રેકોર્ડ જોશો તો 7500 રેલવે મુસાફરોએ નબળી ગુણવત્તાની ફરિયાદ કરી છે, જેના કારણે વિક્રેતાઓ પાસેથી 1.5 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આવા કિસ્સાઓમાં, સુરેન્દ્ર પાલ જેવા મામલા પણ સામે આવ્યા છે, જ્યારે લોકો મફત ખોરાક મેળવવા માટે આવા કૃત્યો કરે છે.

English summary
At the Railway Station, a lizard came out of Samosa
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X